આસામના સીએમ હિમંતા બિસ્વાનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ, કહ્યું- રજાઓ ગાળવા આસામ આવજો

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

હાલ મહારાષ્ટ્રની રાજનીતિનીનો આધાર આસામની રાજધાની ગુવાહાટીમાં આવેલી રેડિશન બ્લુ હટેલમાં રહેલા શિવસેનાના બળવાખોર વિધાનસભ્યો પર રહેલો છે. ત્યારે આસામના મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાની પોતાના રાજ્યમાં રાજનીતિક ખેલ રમાવા દેવા અંગે ટીકા કરવામાં આવી હતી. આ અંગે મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા સરમાની કહ્યું હતું કે તેઓ કોઈને પણ તેમના રાજ્યની મુલાકાત લેતા રોકી ન શેકે, હું દેશના તમામ વિધાનસભ્યોને આસામ આવવાનું આમંત્રણ આપું છું. મને ખબર નથી કે મહારાષ્ટ્રમાં સરકાર ક્યારે બનશે પરંતુ આ વિધાનસભ્યો જેટલા પણ દિવસ અહિયાં રહેશે એ મારા માટે ખુશીની વાત છે.’
તેમણે મુશ્કેલીમાં મુકાયેલા મહારાષ્ટ્રના ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા કહ્યુ હતું કે, ‘હું ઉદ્ધવ ઠાકરેજીને પણ રજાઓ ગાળવા આસામ આવવા માટે આમંત્રિત કરવા માંગુ છું.’
આસામના મુખ્યપ્રધાન હેમંતા બિસ્વા સરમાએ આ વાત એવા સમયે કરી છે જ્યારે એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેનાના લગભગ 40 બળવાખોર વિધાનસભ્યોએ આસામના રેડિશન બ્લુ હોટેલમાં ડેરો જમાવ્યો છે. હેમંત બિસ્વા સરમા પર આરોપ લાગ્યા હતા કે તેઓ ગુવાહાટીથી ઉદ્ધવ સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.