આજથી એશિયા કપ શરૂ ચેમ્પિયન બનવા છ દેશ વચ્ચે મુકાબલો, ભારત જીતવા માટે ફેવરિટ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

આજથી એશિયા કપની 15 મી સીઝનનો પ્રારંભ થશે અને એશિયન ક્રિકેટમાં પોતાનો દબદબો સ્થાપિત કરવા માટે છ દેશોની ટીમ વચ્ચે જંગ ખેલાશે ડિફેન્ડીંગ ચેમ્પિયન ભારત આ મુકાબલો જીતવા માટે ફેવરીટ મનાય છે. શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ અફઘાનિસ્તાન અને હોંગકોંગ પણ જંગમાં સામેલ છે. ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં હોંગકોંગને પણ એકાદ મેચ જીતવાની આશા છે. કુલ 100 દિવસ ચાલનારો આ મુકાબલામાં 13 મેચો રમાશે. 11 મી સપ્ટેમ્બરે ફાઈનલ રમાશે, જે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. તમામ મેચો સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. એશિયા કપમાં ભાગ લેનારી છમાંથી પાંચ ટીમ ઓક્ટોબર નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાની છે, જેની પૂર્વ તૈયારી માટે તેમને આ ટુર્નામેન્ટમાં તક મળશે.

આ ટુર્નામેન્ટમાં ભારત સાત વખત ચેમ્પિયન બન્યું છે શ્રીલંકા પાંચ વખત વિજેતા બન્યું છે અને પાકિસ્તાન બે વખત ટાઈટલ જીતી છે, બાંગ્લાદેશ ત્રણ વાર રનર્સ અપ રહ્યું છે. હોંગકોંગ ત્રીજી વખત એશિયા કપ રમી રહ્યું છે અને અફઘાનિસ્તાનને પહેલીવાર ફાઈનલમાં પ્રવેશવાની આશા છે.
—–

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.