એશિયા કપ 2022: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, સોશિયલ મીડિયા પર આવ્યું મીમ્સનું પૂર

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

એશિયા કપ 2022ની બીજી મેચમાં રવિવારે ભારતે પાકિસ્તાનને ક્લોઝ ફાઈટમાં હરાવ્યું તે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વીવીએસ લક્ષ્મણ, કૃણાલ પંડ્યા, જસપ્રિત બુમરાહ અને અન્યોએ ટ્વીટરના માધ્યમથી ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યા હતા.148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે ધોનીની રણનીતિ અપનાવી અને ગયા વર્ષના T20 વર્લ્ડ કપ દરમિયાન બદલો લીધો. લોકોએ ફટાકડા ફોડીને અને ટ્વીટર પર તેમજ અન્ય સોશિયલ મીડિયાના માધ્યમ પર મીમ્સ શેર કરીને ભારતની ભવ્ય જીતની ઉજવણી કરી હતી.  ટ્વિટર પર મીમ્સ અને જોક્સનું પૂર આવ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મીમ્સમાં ક્યાંક તારક મહેતાના જેઠાલાલ ખુશીથી નાચી રહ્યા છે તો ક્યાંક બોલિવૂડ ફિલ્મોના ડાયલોગ દ્વારા પાકિસ્તાનની મજાક ઉડાવવામાં આવી રહી છે. એશિયા કપ 2022 ની બીજી મેચમાં ભારતની જીત પર કેટલાક મજેદાર મીમ્સ માણીએ.

“>

“>

“>

“>

“>

“>

“>

“>

ભારતીય ક્રિકેટ ટીમની શાનદાર જીત બાદ અનન્યા પાંડે અને આયુષ્માન ખુરાનાએ કેટરિના કૈફ અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લોકપ્રિય ગીત ‘કાલા ચશ્મા’ પર ડાન્સ કર્યો હતો. અર્જુન રામપાલે ટ્વીટ કરીને હાર્દિક પંડ્યા અને રવિન્દ્રસિંહ જાડેજાનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે હાર્દિક પંડ્યા અને રવિન્દ્રસિંહ જાડેજાને કારણે ભારત આ મેચ જીતવામાં સફળ રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)

“>

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.