SKYની જેમ છગ્ગા મારવા ઈચ્છતો હતો King Kohli, જણાવી દિલની વાત

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી છેલ્લાં કેટલાક સમયથી ખરાબ ફોર્મથી ઝઝૂમી રહ્યો છે. તેણે છેલ્લા ત્રણ વર્ષમાં સેન્ચુરી નહોતી કરી અને ટી-20માં પણ સારું પ્રદર્શન ન હોવાને કારણે ક્રિકેટ એક્સપર્ટ ટીમમાંથી હાંકી કાઢવાની વાતો કરતાં હતાં. સોશિયલ મીડિયા પર પણ ખરાબ ફોર્મને લઈને યુઝર્સ તેને ટ્રોલ કરતાં હતાં. જોકે, હવે વિરાટ પાછો ફોર્મમાં આવી ગયો હોય એવું હોંગકોંગ સામેની મેચમાં જોવા મળ્યું હતું. છેલ્લા ઓવર્સમાં સૂર્યકુમાર યાદવે છ છગ્ગા અને છ ચોગ્ગા માર્યા હતાં. કોહલીનું પ્રદર્શન પણ સારું રહ્યું હતું.

આ અંગે કોહલીએ પોતાના દિલની વાત જણાવતાં સુર્યકુમારને કહ્યું હતું કે, જે યુવરાજે કર્યું એ શાનદાર હતું, પણ જો તે પણ છ બોલમાં છ છગ્ગા માર્યા હોત તો આવું કરનારો તું બીજો ભારતીય બનત. સૂર્યકુમારે કહ્યું હતું કે કોશિશ પૂરી હતી પરંતુ શક્ય થઈ શક્યું નહીં, પરંતુ કોહલી સાથે બેટિંગ કરવાની મજા આવી ગઈ. હું મેદાનમાં જઈને મારી ગેમ રમવા માગતો હતો. મેં તમને કહ્યું હતું કે મને તમારી જરૂર છે, તમે પીચ પર ટકી રહેજો, જેથી હું મારી રીતે ખુલીને રમી શકું.

કોહલીએ કહ્યું હતું કે, હું ઘણા સમય બાદ રમબેક કહી રહ્યો હતો. છ અઠવાડિયા સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર રહેવું આસામ નહોતું, આ વખતે હું માનસિક રૂપથી રિફ્રેશ હતો અને મને બેટિંક કરીને મજા આવી. મારો રોલ એ જ હતો કે હું જેની સાથે પણ રમું તેની સાથે પાર્ટનરશિપ ટકાવી રાખું અને મોકો મળે તેમ ફોર અને સિક્સ પણ મારું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.