Asia Cup 2022: એશિયા કપની તારીખો જાહેર, ભારત,પાકિસ્તાન દુબઇમાં ટકરાશે, જાણો શેડ્યુલ…

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

એશિયા કપ 2022ની તારીખોની જાહેરાત થઇ ગઇ છે. આ વખતે આ ઇવેન્ટ યુએઇમાં યોજાઇ રહી છે. આમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને થશે.
ક્રિકેટ ફેન્સ માટે એક મોટું અપડેટ આવ્યું છે. આ મહિનાના અંતમાં યોજાનારા એશિયા કપની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઇના સચિવ જય શાહે એ ઇવેન્ટની જાહેરાત કરી છે. 27 ઑગસ્ટથી શરૂ થનારા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 28 ઑગસ્ટે રમાશે.

આ વખતે એશિયા કપ T20 ફોર્મેટમાં રમાવાનો છે. અહીં પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે દુબઈમાં રમાશે. આ ઇવેન્ટમાં 27થી 31 ઑગસ્ટ સુધી ગ્રુપ મેચ રમાશે, ત્યાર બાદ સુપર-4ની ટીમની મેચ થશે, જે 3 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર સુધી રમાશે. એશિયા કપ 2022ની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરના રવિવારે રમાશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.