એશિયા કપ 2022: પાકિસ્તાનને હરાવવા મેદાનમાં ઉતરશે ‘આ’ 15 ખેલાડીઓ, જાણો ભારતની સંભવિત ટીમ

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

હાલમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં T20 સિરીઝ રમી રહી છે. પરંતુ આ સિરીઝ પૂરી થયા બાદ તમામની નજર એશિયા કપ પર રહેશે, કારણ કે એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની ટીમો આમને-સામને થવાની છે. એશિયા કપ ટુર્નામેન્ટ ઓગસ્ટ મહિનાના અંતમાં એટલે કે 27મી ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન પરંપરાગત કટ્ટર હરીફો સામસામે ટકરાશે. પાકિસ્તાને આ ટુર્નામેન્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. હવે તમામની નજર ભારતીય ટીમની પસંદગી પર છે. વેસ્ટ ઈન્ડિઝમાં ચાલી રહેલી ટી-20 શ્રેણીમાં ભારતે તેની સૌથી મજબૂત ટીમને મેદાનમાં ઉતારી છે. જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી અને યુઝવેન્દ્ર ચહલને આ શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે. કેએલ રાહુલ ઘાયલ છે. હવે એ જોવાનું છે કે એશિયા કપ માટે પસંદગી સમિતિ કયા ખેલાડીઓને તક આપે છે. ભારતની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે છે.
કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત તો ચોક્કસ પસંદગી છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા પણ ટીમનો ભાગ હશે. બોલિંગ વિભાગની મુખ્ય જવાબદારી જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર પર રહેશે. યુઝવેન્દ્ર ચહલ સ્પિન બોલિંગના મામલે રવિન્દ્ર જાડેજાને સપોર્ટ કરવા માટે ટીમમાં છે. વિકેટકીપર/ફિનિશર તરીકે દિનેશ કાર્તિક પણ ચોક્કસ પસંદગી છે. વિરાટ કોહલી મુખ્ય મુદ્દો છે. કારણ કે તે હાલમાં આઉટ ઓફ ફોર્મ છે. તેને ટીમમાંથી બાકાત રાખવાની માંગ ઉઠી છે. તેણે છેલ્લા ઘણા મહિનાઓથી અપેક્ષિત રન બનાવ્યા નથી. તેને વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેના પ્રવાસ માટે આરામ આપવામાં આવ્યો છે. પસંદગીકારોએ કહ્યું છે કે વિરાટ કોહલી એશિયા કપ માટે ઉપલબ્ધ રહેશે, પરંતુ તેના વર્તમાન ફોર્મને જોતા તે ટીમમાં સ્થાન મેળવશે કે કેમ એ મુખ્ય પ્રશ્ન છે.

સંભવિત ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, વિરાટ કોહલી, દીપક હુડા, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, શ્રેયસ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત પટેલ અને જસપ્રીત પટેલ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.