ASIA CUP 2022: પાકિસ્તાન સામેની હાર બાદ અફઘાન દર્શકોનો હોબાળો, પાકિસ્તાની પ્રેક્ષકો પર ખુરશીઓ ફેંકી, જુઓ વિડીયો

ટૉપ ન્યૂઝ સ્પોર્ટસ

બુધવારે રાત્રે યુ.એ.ઈ.ના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી એશિયા કપની પાકિસ્તાન-અફઘાનિસ્તાન (PAK vs AFG) મેચ બાદ સ્ટેડીયમમાં અને સ્ટેડીયમની બાહર ભારે હોબાળો થયો હતો. રસાકસીભર્યા મેચમાં પાકિસ્તાન સામેની હાર બાદ અફઘાન દર્શકો હોબાળો મચાવ્યો હતો. અફઘાન દર્શકોએ પાકિસ્તાની દર્શકો પર ખુરશીઓ ફેંકી હતી. અફઘાન અને પાકિસ્તાની દર્શકો વચ્ચે લડાઈ પણ થઇ હતી. ગુસ્સે ભરાયેલા અફઘાન દર્શકોએ સ્ટેડિયમમાં ભારે તોડફોડ કરી હતી.
ગઈ કાલની મેચ એક ખુબ રોમાંચક રહી. એક સમયે અફઘાનિસ્તાન જીતની નજીક હતું. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં જીતવા માટે 11 રન બનાવવાના હતા અને પાકિસ્તાન પાસે માત્ર એક જ વિકેટ બચી હતી. નસીમ શાહે બે બોલમાં બે સિક્સર ફટકારીને પાકિસ્તાને જીત આપવી હતી. આ સાથે અફઘાનિસ્તાન પણ એશિયા કપ 2022ની ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી બહાર થઇ ગયું હતું. આ પછી સ્ટેડિયમમાં હંગામો શરૂ થઈ ગયો.

“>

 

19મી ઓવરમાં પાકિસ્તાની બેટ્સમેન આસિફ અલી અને અફઘાન બોલર ફરીદ અહમદ વચ્ચે ઝઘડો થયો ત્યારથી સ્ટેડિયમમાં પાકિસ્તાની અને અફઘાન દર્શકો વચ્ચે વિવાદ વધવા લાગ્યો. આ ઓવરના પાંચમા બોલ પર ફરીદે આસિફની વિકેટ લીધી હતી. આ પછી તે સેલિબ્રેશન કરતા આસિફ પાસે પહોંચ્યો. આસિફે તેને બેટ બતાવ્યું હતું જોકે સાથી ખેલાડીઓ અને અમ્પાયરે બંનેને અલગ કરી શાંત પાડ્યા હતા. આ દ્રશ્યો ક્રિકેટ ઈતિહાસ માટે આઘાત જનક હતા. ત્યાર બાદ સ્ટેડિયમમાં તણાવનું વાતાવરણ ઉભું થયું હતું. મેચ પત્યા બાદ અફઘાની દર્શકોએ પાકિસ્તાન દશકો પર હુમલો કર્યો હતો. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.


આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 129 રન બનાવ્યા હતા. આટલા ઓછા સ્કોર છતાં અફઘાન બોલરોએ પાકિસ્તાનને જબરદસ્ત ટક્કર આપી હતી. અફઘાનિસ્તાનના બોલરોએ નિયમિત અંતરે વિકેટ લેતા પાકિસ્તાની બેટ્સમેનોને હાથ ખોલવાની તક આપી ન હતી. અફઘાનિસ્તાને છેલ્લી 5 ઓવરમાં 6 વિકેટ લઈને લગભગ મેચ પર કબજો કરી લીધો હતો, પરંતુ છેલ્લી ઓવરમાં નસીમ શાહની બે સિક્સરની મદદથી પાકિસ્તાન મેચ એક વિકેટથી જીતવામાં સફળ રહ્યું હતું.

“>

અફઘાન દર્શકોની આ હરકતની ચારે તરફથી ટીકા થઇ રહી છે તો બીજી તરફ પાકિસ્તાની ખેલાડી  આસિફ અલી પર બેન લગાવવાની પણ માંગ ઉઠી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.