ફરી ચર્ચામાં આવ્યા આશારામ બાપુ, જાણો શા માટે આસારામ ભક્તોએ કર્યો વિરોધ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

સ્વયંઘોષિત ધર્મગુરુ અસમુલ હરપલાની આશારામ બાપુ બળાત્કારના કેસમાં આજીવન જન્મટીપની સજા ભોગવી રહ્યા છે. તેમની ધરપકડ થયાને નવ વર્ષ પૂર્ણ થયા છે. આ સમયગાળા દરમિયાન જામીન અને પેરોલ મળ્યા નથી અને આ મામલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જાય અને બાપુને તાત્કાલિક ન્યાય મળે એવી માગણીઓ માટે પુણેની એક સેવા સમિતિએ મંગળવારે મૂક મોરચો કાઢ્યો હતો, જેમાં પુણે અને આસપાસના વિસ્તારોમાં આવેલા આશરે 5,000 જેટલા આસારામ ભક્તો આ મોરચામાં સહભાગી થયા હતાં.

કાળી પટ્ટી બાંધીને તેમણે શનિવારવાડાથી જિલ્લાધિકારી કાર્યાલય રોડ પર સવારે સાડા અગિયાર વાગે મોરચો કાઢ્યો હતો. ‘બાપુજી કો રિહા કહો’, ‘સંત ન હોતે તો જલ મરતા સંસાર’, ‘નહીં સહેંગે અત્યાચાર, જૂઠે આરોપો કા બહિષ્કાર’ જેવા પોસ્ટરો સાથે ન્યાયતંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો.

ન્યાયાલયની પ્રક્રિયા ગોકળગાયની ગતિની જેમ ચાલી રહી હોવાથી ન્યાય મળવામાં વિલંબ થઈ રહ્યો છે, આ વાતની દખલ ન્યાયાલય સહિત સરકાર અને સમાજને આપવી જોઈએ, એવું નિવેદન સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.