વારાણસીના જ્ઞાનવાપી શ્રૃંગાર ગૌરીનો મામલો સાંભળવા યોગ્ય હોવાનો આદેશ કોર્ટે આપ્યા બાદ તેને પડકાર આપતી અંજુમન ઈંતજામિયા મસ્જિદ કમિટીની અરજી નીચલી અદાલતે ફગાવ્યા બાદ AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી (asaduddin owaisi)એ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે આ નિર્ણય ખોટો છે. આગામી સમયમાં તે ઘણા રહસ્યો ખોલશે. આશા છે કે આ કમિટી કોર્ટના નિર્ણય વિરુદ્ધ જઈને મોટી અદાલતમાં અપીલ કરશે.
આ ઉપરાંત જયપુરમાં હિજાબ વિવાદ પર ઓવૈસીએ જણાવ્યું હતું કે, હિજાબ એ મુસ્લિમો માટે એક આવશ્યક ધાર્મિક પ્રથા છે અને આ સંસ્કૃતિ પર અમારો હક છે. જો સરકારી સ્કૂલો અન્ય ધાર્મિક પ્રતિકોની અનુમતિ આપે છે તો હિજાબ સાથે ઓરમાયું વર્તન કેમ. આ મહિલાઓનો પોતાનો અધિકાર છે. મહિલાઓ કપડાંથી માથું તો ઢાંકી રહી છે, પરંતુ દિમાગ નહીં. હિજાબ પહેરનારી સ્ત્રીઓને રોકવી જોઈએ નહીં. કોઈના અધિકારને છીનવી લેવો એ ખોટું છે.
નોંધનીય છે કે ઓવૈસી બુધવારથી રાજસ્થાનના બે દિવસના ટૂર પર છે. પાર્ટીની સંભાવનાઓ વિશે તેમણે જણાવ્યું હતું કે, હંમેશા પ્રતિસપર્ધા તો બની રહેશે, અમે જીતવા માટે અહીં આવ્યા છીએ. રાજસ્થાનમાં થનારી ચૂંટણી માટે ફીડબેક લેવામાં આવશે. દેશમાં મહિલાઓનો પણ મહત્ત્વપૂર્ણ હિસ્સો છે તેથી મહિલા ઉમેદવારોને પણ સમાન પ્રતિનિધિત્વ સોંપવામાં આવશે.

Google search engine