AMCએ માગ નહીં સ્વીકારતાં સફાઈકામદારોએ ફિનાઇલ પીધું, ત્રણને સોલા સિવિલમાં દાખલ કરાયા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Ahmedabad: અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈકામદારોનો વરોધ ઉગ્ર બન્યો છે. બોપલ અને ઘુમાં વિસ્તારને કોર્પોરેશનમાં ભેળવ્યા બાદ સફાઈ કામદારો તેમને રોજિંદા કર્મચારીઓ તરીકે સમાવવા માટે માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની સૂચના બાદ ત્રણ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કમિટીએ નગરપાલિકાએ આપેલા રેકોર્ડ મુજબ માત્ર 53 જેટલા સફાઈકામદારોને કોર્પોરેશનમાં રોજિંદા કર્મચારી તરીકે નિમણૂક કરી હતી. બાકીના સફાઈ કામદારોએ આજે બોપલ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન સફાઈકામદારોએ રોડ પર જ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્રણ સફાઈકામદારે ફિનાઇલ પીધા બાદ તબિયત લથડી હતી જેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બોપલ અને ઘુમાં વિસ્તાર નગરપાલિકામાંથી કોર્પોરેશનમાં ભળ્યું ત્યારે 53 જેટલા સફાઈ કર્મચારીઓનું લિસ્ટ કોર્પોરેશનને આપવામાં આવ્યું હતું. 2 સપ્ટેમ્બરના રોજ આ 53 સફાઈકર્મીઓને રોજિંદા કર્મચારી સમાવવામાં આવ્યા હતા. જયારે ઘણા સફાઈકર્મીઓને નોકરી પર લેવામાં આવ્યા ન હતા જેને લઈને સફાઈકર્મીઓ ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા હતા તેમની માંગણી AMCએ ન સંભાળતા આજે ત્રણ સફાઈ કામદારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. 25 જેટલાં મહિલા અને પુરુષ કામદારો બોપલ વિસ્તારમાં સફાઈ ચાલતી હતી ત્યાં પહોંચી ગયાં હતાં. ત્રણ પુરુષોએ ફિનાઇલ પી લીધું હતું. જોકે ઘટનાસ્થળે હાજર પોલીસે તેમના હાથમાંથી ફિનાઇલ લઈ લીધું હતું.
આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે સવારે સફાઈ ચાલુ થઈ હતી ત્યારે મેં રાઉન્ડ લીધો હતો, પરંતુ આવી કોઈ ઘટના બની છે એવી મને કોઈ જાણ નથી. બોપલ પોલીસ સ્ટેશનના PI એ જણાવ્યું હતું કે કેટલાક કર્મચારીઓએ ફિનાઇલ પીધું હોવાનું જાણવા મળ્યું છે અને હાલમાં તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.