ઉજ્જૈન જઈને પણ મહાકાલના દર્શન ન કરી શક્યા રણબીર-આલિયા

ફિલ્મી ફંડા

બોલીવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છઠ્ઠી સપ્ટેમ્બરના રોજ તેમની બહુચર્ચિત ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશન અર્થે ઉજ્જૈન પહોંચ્યા હતાં. તેઓ મહાકાલેશ્વર મંદિરમાં ભોલેનાથના આશિર્વાદ લેવા પહોંચ્યા હતાં. દરમિયાન હિંદુ સંગઠનોના વિરોધના સમાચાર મળતાં તેઓ મંદિરે ન જવાનો નિર્ણય લીધો હતો. આલિયા પ્રેગ્નન્ટ હોવાથી તેને ધક્કો વાગી જાય એવા ડરથી તે મંદિરે ના ગઈ અને પછી રણબીર પણ ના ગયો. અલબત્ત, તેમની સાથે આવેલા ડિરેક્ટર અયાન મુખર્જીએ મંદિરના ગર્ભગૃહમાં જઈને દર્શન તથા પૂજા કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.