દીવાર ફિલ્મનો ઉલ્લેખ કરીને બોલ્યા કેજરીવાલ- ભાજપ ધમકી આપે છે કે અમારી પાસે ED છે, IT છે…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી (MCD) અને પ્રધાન સત્યેન્દ્ર જૈનની ધરપકડને લઇને ભાજપ અને કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો. એમણે કહ્યું હતું કે ભાજપ હારના ડરથી દિલ્હીમાં એમસીડીની ચૂંટણી ટાળી રહી છે. એમણે આગળ કહ્યું હતું કે મને લાગે છે કે દેશ માટે એ કાળો દિવસ હતો જયારે ફકત દેશ નહીં પણ દુનિયાને મોહલ્લા ક્લિનિકની ધારણા આપનારા સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી. એમને જેલમાં નાખવામાં આવ્યા, પણ હજુ લોકોને તેમના પર વિશ્વાસ છે. કેજરીવાલે કહ્યું હતું કે અમિતાભ બચ્ચની એક ફિલ્મ આવી હતી દીવાર. ફિલ્મમાં અમિતાભ બચ્ચન કહે છે કે મેરે પાસ ધન હૈ દૌલત હૈ બંગલા હૈ ગાડી હૈ તુમ્હારે પાસ કયા હૈ. આના જવાબમાં શશિ કપૂર કહે છે કે મારી પાસે મા છે. આજે ભાજપવાળા ધમકી આપે છે કે અમારી પાસે ઇડી છે, ઇનકમ ટેક્સ છે, સીબીઆઇ છે. દિલ્હીના જનતા કહે છે કે અમાકી પાસે અમારો દીકરો કેજરીવાલ છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.