પીએમ મોદીના રેવડી સંસ્કૃતિવાળા નિવેદન પર સીએમ કેજરીવાલનો પલટવાર

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીના રેવડી સંસ્કૃતિવાળા નિવેદન સામે પલટવાર કરતા જણાવ્યું હતું કે આપણા દેશના બાળકોને ફ્રીમાં સારું શિક્ષણ આપવું, લોકોને સારી અને ફ્રી આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવી એને મફત રેવડી વિતરણ ના કહેવાય. અમે વિકસીત અને ગૌરવશાળી ભારતનો પાયો નાખીએ છીએ. આ કામ 75 વર્ષ પહેલા થઇ જવું જોઇતું હતું.
કેજરીવાલે ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમે ગરીબોને 300 યુનિટ ફ્રી વીજળી આપી તો તમને સમસ્યા છે, પણ તમારા નેતાઓને પણ વીજળી મફત મળે છે. આપ સરકાર 17 હજાર લોકોને મફત યોગ શીખવી રહી છે. મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપી રહી છે, એમાં શું ખોટું છે?
કેજરીવાલે કહ્યું કે, મારા પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે હું મફત રેવડીની લહાણી કરી રહ્યો છું. શું હું ભૂલ કરું છું? દિલ્હીની શાળામાં 18 લાખ બાળકો અભ્યાસ કરે છે. તેમનું ભવિષ્ય અંધકારમય હતું. તેમને સારુ શિક્ષણ આપીને હું ગુનો કરી રહ્યો છું? આઝાદી બાદ પહેલી વાર સરકારી શાળાઓમાં 99 ટકાથી વધુ પરિણામ આવ્યું છે. લાખો બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ લીધો છે. ગરીબોના બાળકો પણ ઉચ્ચ અભ્યાસ કરવા લાયક છે જે 1947-1950માં થવું જોઇતું હતું તે અમે આજે કરી રહ્યા છીએ. આ ફ્રી રેવડી નથી.
દિલ્હી એકમાત્ર શહેર છે જ્યાં 2 કરોડ લોકોમાંથી દરેકનો ઇલાજ મફતમાં થાય છે. 50 લાખનો ઑપરેશન ખર્ચ હોય તો પણ મફત સારવાર થાય છે. અમે ભ્રષ્ટાચાર ખતમ કરી લોકોને સેવાઓ આપી છે, એમાં અમે શું ખોટું કર્યું?, એવો સવાલ કેજરીવાલે કર્યો હતો.
તમે તમારા કેટલાક મિત્રો માટે વિદેશી સરકારો પાસેથી કોન્ટ્રાક્ટ લો છો. ભ્રષ્ટાચારીઓ તેમના મિત્રો અને નેતાઓને હજારો કરોડના કોન્ટ્રાક્ટ આપે છે. એક કંપનીએ ઈ-બેંક પાસેથી લોન લઈને ખાધું, બેંકો નાદાર થઈ ગઈ. તે કંપનીએ એક રાજકીય પક્ષને થોડાક કરોડ રૂપિયા દાનમાં આપ્યા, ત્યારબાદ સરકારે તેના પર કોઈ પગલાં ન લીધા, આ બધાને ફ્રી રેવડી વિતરણ કહેવાય, એમ મોદી સરકાર પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યું હતું.
સીએમ કેજરીવાલે કહ્યું કે તેઓ ભારતને નંબર-1 દેશ બનાવવા માંગે છે. આજે બીજા દેશો આપણાથી આગળ નીકળી ગયા છે અને નંબર 1 બનવા માટે આપણી પાસે બધું હોવા છતાં આપણે પાછળ રહી ગયા છીએ. ‘મારી પ્રમાણિક રાજનીતિ આપવા માંગે છે. મારી ઇચ્છા દેશના દરેક નાગરિકને મફત શિક્ષણ અને સારવાર આપવાની છે.’

1 thought on “પીએમ મોદીના રેવડી સંસ્કૃતિવાળા નિવેદન પર સીએમ કેજરીવાલનો પલટવાર

  1. Let us understand full ramifications of ‘free electricity’.
    With this largess expect an effect like narcotics addiction. Demand will sky rocket. This would lead to need for more power plants. At the same time maintenance costs of existing plants would be increasing thanks to greater demand on aging power plants. Both of these increased expenditures would fall on state’s exchequer. Don’t expect the central government to finance this profligacy. Taxes in the state would have to be raised; cuts would have to be made. Education and healthcare would be easy targets. With higher taxes new industries would not locate in the state. They may even shift out or cut production thereby reducing employment. With state’s empty treasury new projects could not be undertaken. State would start to lag and downward spiral would ensue. Educated people would vote with their feet and flee to states where there are no such problems.
    So, asone can see ‘free anything’ is very expensive indeed. This is an addiction which needs to be avoided at any cost. Kejariwal is trying to peddle this to Gujarat farmers and indeed to whole of India. Go down this path and face ruin. I hope and pray people would be more sensible and not fall for this lure and enticement. Leaders who advocate this path need first to study Economics 101.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.