કેજરીવાલની ગુજરાતને વધુ એક ગેરંટી: પ્રત્યેક બેરોજગારને રોજગાર મળશે, પેપર લીક મુદ્દે કાયદો લાવશે

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વધી રહી છે. તેઓ જનસંપર્કનું આયોજન કરી ગુજરાતના લોકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરી રહ્યા છે. આજે વધુ એક વખત દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. તેમણે વેરાવળથી ગુજરાતને બીજી ગેરંટી આપી હતી રોજગારની ગેરંટી.
આજે અરવિંદ કેજરીવાલ પોરબંદર ખાતે આવી પહોંચ્યા હતા ત્યાંથી તેઓ વેરાવળ પહોંચ્યા હતા. વેરાવળમાં તેમણે જાહેરસભા સંબોધી હતી. ત્યાં તેમણે ગુજરાતની જનતાને રોજગારની ગેરંટી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘આજે હું ફરી ગુજરાત આવ્યો છું. આની પહેલા મેં ગુજરાતની જનતાને ફ્રી વીજળીની ગેરેન્ટી આપી હતી જ્યારે હવે આજે બીજી એક ગેરેન્ટીની જાહેરાત કરવાનો છું. ગુજરાતનાં યુવાનોને રોજગારની ગેરેન્ટી આપું છું. ભાજપની સરકાર છે તો ઝેરી દારૂ મળ્યો અમને વોટ આપીને જિતાડશો તો રોજગાર મળશે. હવે આ જનતાએ નક્કી કરવાનું છે કે તેમને ઝેરી દારૂ જોઈએ છે કે રોજગાર?’
કેજરીવાલે આપેલી બીજી ગેરંટીના મુદ્દાઓ:
1- પંચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે (દિલ્હીમાં 5 વર્ષમાં 12 લાખ લોકોને રોજગાર આપ્યો છે અને બીજા પાચ વર્ષમાં 20 લાખ લોકોને નોકરી આપવાની ટાર્ગેટ)
2- જ્યાં સુધી રોજગાર નહી મળે ત્યાં સુધી દર મહિને 3 હજાર બેરોજગાર ભથ્થું મળશે
3- 10 લાખ સરકારી નોકરી આપવામાં આવશે
4- પેપર લીક ના થાય તે માટે આપ ગુજરાતમાં કાયદો બનાવશે. પેપર ના ફૂટે તે માટે દોષિતને કડક સજા મળે તેવી જોગવાઈ કરવામાં આવશે.
5- સહકારી સંસ્થાઓમાં પૈસાથી મળતી નોકરી બંધ કરવામાં આવશે. જે લાયક હશે તેને જ નોકરી આપીશું

1 thought on “કેજરીવાલની ગુજરાતને વધુ એક ગેરંટી: પ્રત્યેક બેરોજગારને રોજગાર મળશે, પેપર લીક મુદ્દે કાયદો લાવશે

 1. About Kejariwal’s promises in Gujarat:
  1. Where would these new jobs come from? If it is increasing bureaucracy then it causes more hurdles and
  hardships to people. Economic fact is that bureaucracy does not create wealth but consumes it. To pay
  them taxes have to be levied on citizens. This reduces their purchasing power, i.e. it makes them poorer.
  2. No new law is needed to prevent paper leaks. Only culprits need to be prosecuted under existing laws.
  3. Kejariwal’s promises are pie-in-the-sky. Ask them how would he pay for them.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.