Ahmedabad: આમ આદમી પાર્ટીના(AAP) રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા(Manish Sisodia) આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે. કેજરીવાલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. હવે ભાજપના નેતાઓ કોઈનું સાંભળતા નથી. તમે કોંગ્રેસના ઉમેદવારને મત આપીને જીતાડો છો તો તેને ખરીદી લેવાય છે. અમે આમ આદમી પાર્ટીનું પોઝિટિવ કેમ્પઈન ચલાવીએ છીએ. અમે બેરોજગારી, યુવા, મહિલા, ખેડૂતો માટે કામ કરીશું. ગુજરાતમાં અમે શિક્ષણ અને આરોગ્યની ગેરેન્ટી આપવા આવ્યા છીએ.

ગુજરાતને કેજરીવાલની સ્વાસ્થ્ય ગેરંટી

મનિશ સિસોદિયાએ કહ્યું હતું કે, દિલ્લીમાં શિક્ષણ ક્રાંતિ થઇ છે. દિલ્લીમાં દરેક બાળકને ફ્રી શિક્ષણ મળે છે. પંજાબમાં પણ આ શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં પણ સારા શિક્ષણની જરૂર છે. અમે ગેરેન્ટી આપીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનશે તો સરેક બાળકને ફ્રી અને શાનદાર શિક્ષણ મળશે. શિક્ષકોની ભરતી કરીશું. ખાનગી સ્કૂલોમાં જે બાળકો ભણે છે. તેમની ફીમાં વધારો નહિ કરવા દઈએ.
ત્યારે કેજરીવાલે ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગુજરાતમાં સરકારી ડિસ્પેન્સરી ખરાબ છે. અમે દિલ્લીમાં સારી સરકારી હોસ્પિટલ અને મોહલ્લા ક્લિનિક બનાવ્યા છે. અમે ગેરંટી આપીએ છીએ કે ગુજરાતમાં દરેક વ્યક્તિને મફતમાં સારવાર મળશે અને સારી મળશે. કોઈની પાસે BPL કાર્ડની માંગણી નહીં કરાય.દરેક ગામમાં અને વોર્ડમાં મોહલ્લા ક્લિનિક ખોલીશુ.રોડ એક્સિડન્ટના તમામ દર્દીઓને સમગ્ર ગુજરાતમાં નિઃશુલ્ક સારવાર અપાશે.

“>

આજે ગુજરાત સરકારે શહીદ સૈનિકના પરિવારને 1 કરોડ રૂપિયા ચુકવવાની જાહેરાત કરી હતી આ અંગે કેજરીવાલે કહ્યું હતું કે ગુજરાતમાં ત્રણ મહિના પછી ચૂંટણી છે એટલે આ જાહેરાત કરી છે. એક મહિના પહેલા આવ્યો હતો ત્યારે પૂર્વ સૈનિકોની માગ હતી કે જે શહીદોના પરિવારને યોગ્ય વળતર નથી મળતું. અમે દિલ્લીમાં એક કરોડ આપીએ છીએ. ગુજરાત સરકારે જે આજે જાહેરાત કરી એ માટે તેમનો આભાર છે. દિલ્લીમાં સૈનિક અને પોલિસ બંનેને આ વળતર મળે છે. ગુજરાતમાં માત્ર સૈનિક જ નહિ પોલીસ માટે પણ વળતર આપો. ગુજરાતમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટના કર્મચારીઓના પગાર ઓછા છે.1 મહિનાની અંદર દરેક ડ્રાઇવર અને કંડકટરની માંગ પૂરી કરીશું.

“>

 

Google search engine