Homeવીકએન્ડઆર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મેનેજરોને ઘરે બેસાડશે?

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મેનેજરોને ઘરે બેસાડશે?

કવર સ્ટોરી -દર્શના વિસરીયા

દુનિયામાં વસનારા બે અબજથી પણ વધુ લોકો માટે ઓનલાઈન શોપિંગ એ એકદમ સામાન્ય કહી શકાય એવી બાબત છે અને આપણે પણ તેમાંથી જ એક છીએ. ઓનલાઈન શોપિંગની ટેવથી ટેવાઈ ચૂકેલા આપણે એ વાતની પણ ચિંતા નથી કરતાં કે આખરે આ ઓનલાઈન શોપિંગની દુનિયા કઈ રીતે ચાલે છે? હકીકતમાં પેમેન્ટ થયા બાદ તરત જ ગ્રાહક સુધી સામાન પહોંચાડવા માટે મોટી મોટી કંપનીઓ એકદમ એક્શન મોડમાં આવી જાય છે. સૌથી પહેલાં તો નજીકના વેયરહાઉસમાં ‘પિકર’ તરીકે ઓળખાતી વ્યક્તિ સુધી સંદેશો પહોંચાડવામાં આવે છે અને તે ગ્રાહકના ઓર્ડર પ્રમાણે સામાન એકઠો કરવાનું શરૂ કરે છે અને ત્યાર બાદ સામાન પેક કરીને ડિસ્પેચ કરવામાં આવે છે.
ડેપો દર ડેપો આગળ વધતા વધતા સામાન કુરિયર કંપનીની મદદથી આપણા ઘર આંગણે પહોંચી જાય છે. આ આખી પ્રક્રિયા અને તેની સાથે સંકળાયેલા લોકોને મેનેજ કરે છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે એઆઈ. હવે સવાલ એ છે કે વેયરહાઉસ અને સપ્લાઈની ચેનમાં એઆઈ જેટલા પ્રમાણમાં કનેક્ટેડ છે એવું જ બીજી જગ્યાએ પણ થવા જઈ રહ્યું છે અને જો આવું થઈ રહ્યું છે તો શું કોમ્પ્યુટર કે એઆઈ મૅનેજરની નોકરી છીનવી લેશે?
આ વિશે વાત કરતાં અમેરિકાની એક પ્રતિષ્ઠિત કંપનીના સંસ્થાપક જણાવે છે કે પ્રાયોગિક ધોરણે અમે અનેક નવી નવી સિસ્ટમ બનાવી છે. અમે જોવા માગીએ છીએ કે ડિજિટલ મેનેજમેન્ટને ક્યાં સુધી લઈ જઈ શકાય છે. અમારી પાસે એક એવું સોફ્ટવેયર છે જે ફ્રિલાન્સિંગ પ્લેટફોર્મ પર જાય છે અને આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે દુનિયાભરના ફ્રિલાન્સર્સ સાથે સંપર્કમાં રહી શકો છો. ત્યાં તે એવા લોકોની શોધ કરે છે કે પ્રોજેક્ટ પર કામ કરવા માટે અનુકૂળ હોય. શરૂઆતના તબક્કામાં તેમને નાના નાના પ્રોજેક્ટ આપવામાં આવે છે અને તેના પરથી તેમની ક્ષમતા પારખવામાં આવે છે. ટીમમાં સામેલ થયા બાદ પરિણામ હાંસિલ થાય ત્યાં સુધી એ તેની મદદ કરે છે. એટલે એવું લાગે છે કે જાણે અહીં કોઈ મૅનેજર જ એક્શન મોડમાં હોય.
આ પ્રયોગથી એવું સાબિત થયું સેલ્ફ ડ્રાઈવિંગ એટલે કે જાતે ચાલતું રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરવાનું શક્ય છે. જ્યાં તમે માત્ર બટન દબાવો છો. કોમ્પ્યુટર જ આખી પ્રક્રિયા પર કામ કરે છે અને પરિણામ તમારી સામે છે. તો શું આ એવો દોર છે કે જ્યાં હ્યુમન મૅનેજરની વિદાયનો સમય નજીક છે? એવા પ્રશ્ર્નનો જવાબ આપતા તેઓ જણાવે છે કે મારું એવું માનવું છે કે હ્યુમન મૅનેજરની આ નવી પરિભાષા છે અને એક રીતે તો એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મૅનેજમેન્ટની નવી ભૂમિકા ભજવી રહ્યું છે, જેને કારણે માનવીની ભૂમિકા પણ બદલાઈ રહી છે. એટલું જ નહીં અત્યારે જે કામ મેન્યુઅલી હ્યુમન મૅનેજર દ્વારા કરવામાં આવે છે તે આવનારા સમયમાં એઆઈની મદદથી થશે. પણ શું આને કારણે હુમન મૅનેજરની નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે? તો આ હા ટેક્નોલોજીને કારણે ચોક્કસ મૅનેજરની નોકરી જોખમમાં મુકાશે, તો તેઓ બાકીના કર્મચારીઓ સાથે સંકળાયેલા નિર્ણયો વધુ સંવેદનશીલ રીતે લઈ શકશે. એટલું જ નહીં તેમણે તો એવો દાવો પણ કર્યો છે કે જેટલું આપણે વિચારીએ છીએ મશીન એ સંવેદનાઓને વધુ સારી રીતે મૅનેજ કરી શકે છે.
પણ હવે લાખ રૂપિયાનો સવાલ એ છે કે આખરે એવું શું કરવામાં આવે તે જેને કારણે એવું સુનિશ્ર્ચિત કરી શકાય કે એઆઈ લોકોની જિંદગીઓને વધુ બહેતર બનાવે નહીં કે તેમની જિંદગીને તબાહ કરવામાં નિમિત્ત બને. જો એઆઈનો હોંશિયારીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો એવી સિસ્ટમ બનાવવાનું સરળ છે જે કોઈ એક વસ્તુ કે બાબતમાં વૃૃદ્ધિ કરાવી દે. ફાયદો કરવો સરળ છે. એઆઈ એક ભાડાના સૈનિકો જેવા છે. જો કોઈએ ફાયદાનું લાલચી સંગઠન એઆઈનો ઉપયોગ કરે છે તો તેના વિપરીત પરિણામો પણ ભોગવવાં પડી શકે છે.
એક રોબોટ જ્યારે તમને એ જણાવે છે આજે તમારા માટે ક્યાં જવું વધારે હિતાવહ રહેશે તો એ સારું છે. તે તમારા માટે ડાયરી લખે, તમને ઊંઘમાંથી જગાડે, તમારી સાથે સહકર્મચારીની જેમ કામ કરે. પણ મૅનેજરની ભૂમિકા આના કરતાં ખૂબ જ જુદી હોય છે. મૅનેજર તમને પ્રોત્સાહિત કરે છે, તમારા સારા પર્ફોર્મન્સના વખાણ પણ કરે છે અને ઘણી વખત વધારે સારું પ્રદર્શન કરવા માટે પડકાર પણ ફેંકે છે. એઆઈ હજી આ સ્તર પર કામ કરવા માટે સક્ષમ નથી અને તેના માટે આ ખૂબ જ જટિલ કામ છે.
ટૂંકમાં કહેવાનું થાય તો એઆઈથી ડરવાનું કોઈ કારણ નથી. જો ડેટાને લઈને તેની સમજ આપણાથી વધારે સારી છે તો પણ ડરવાનું કોઈ કામ નથી. બધા જ નિર્ણયો ડેટા પર આધારિત નથી હોતા, કેટલાક નિર્ણયો ઈમોશન્સ અને સંવેદના
પર આધારિત હોય છે. કામ સિવાય પણ લોકોની જિંદગી હોય છે. લોકોે મશીન નથી, મશીન કેટલીક વસ્તુ કે બાબતોની ગોઠવણ કરે એ સારી બાબત છે, પણ બધી જ જગ્યાએ તમે એની મદદ ના લઈ શકો, કારણ કે તમારું આ પગલું તમારા માટે જોખમી નિવડી શકે છે.
એઆઈના કારણે મૅનેજરની નોકરી છીનવાઈ જશે તો નિષ્ણાતોને મતે હજી તો એ માટે દિલ્હી દૂર છે. પણ આજની વાત કરીએ તો પણ કોમ્પ્યુટર મૅનેજરનું કામ કરી રહ્યા છે. એવા કોમ્પ્યુટર ડેવલપ કરવામાં આવી રહ્યા છે જે માનવી સંવેદનાઓ પ્રમાણે કામ કરી શકે.
હાલ ફિલહાલમાં તો કંપનીઓની રણનીતિ બનાવનારા મૅનેજરની નોકરી પર કોઈ જોખમ નથી તોળાઈ રહ્યું. પણ જે લોકો મિડિલ મૅનેજમેન્ટ સંભાળે છે એટલે લોકોને એ જણાવે છે તેમણે ક્યારે અને શું કરવાનું છે તો તેમણે વૈકલ્પિક કરિયરની પસંદગી માટેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular