સાપ્તાહિક દૈનંદિની:
તા. ૧૫-૫-૨૦૨૨ થી તા. ૨૧-૫-૨૦૨૨
રવિવાર, વૈશાખ સુદ-૧૪, વિક્રમ સંવત ૨૦૭૮, તા. ૧૫મી મે, ઈ. સ. ૨૦૨૨. નક્ષત્ર સ્વાતિ બપોરે ક. ૧૫-૩૪ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલા રાશિ પર જન્માક્ષર. શ્રી આદ્યશંકરાચાર્ય કૈલાસગમન, શ્રી ઘેલારામજી જયંતી, કુર્મ જયંતી, વ્રતની પૂનમ, અન્વાધાન, અગસ્ત્ય અસ્ત, સંક્રાંતિ પુણ્યકાળ સૂર્યોદયથી બપોરે ક. ૧૨-૩૪. ભદ્રા બપોરે ક. ૧૨-૪૫થી રાત્રે ક. ૨૩-૧૭. શુભ કાર્ય વર્જ્ય છે.
સોમવાર, વૈશાખ સુદ-૧૫, તા. ૧૬મી, નક્ષત્ર વિશાખા બપોરે ક. ૧૩-૧૭ સુધી, પછી અનુરાધા. ચંદ્ર તુલામાં સવારે ક. ૦૭-૫૩ સુધી, પછી વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, વૈશાખી પૂર્ણિમા, વૈશાખસ્નાન સમાપ્તિ. બુધ પૂર્ણિમા, ગંધેશ્ર્વરી પૂજા (બંગાળ), ખગ્રાસ ચંદ્રગ્રહણ (ભારતમાં નહીં દેખાય). વિંછુડો પ્રારંભ સવારે ક. ૦૭-૫૩. લગ્ન, સામાન્ય દિવસ.
મંગળવાર, વૈશાખ વદ-૧, તા. ૧૭મી, નક્ષત્ર અનુરાધા સવારે ક. ૧૦-૪૫ સુધી, પછી જયેષ્ઠા. ચંદ્ર વૃશ્ર્ચિક રાશિ પર જન્માક્ષર. બીજનો ક્ષય છે. શ્રી નારદ જયંતી, વિંછુડો. મંગળ મીનમાં સવારે ક. ૦૯-૩૪. શુભ કાર્ય વર્જ્ય છે.
બુધવાર, વૈશાખ વદ-૩, તા. ૧૮મી, નક્ષત્ર જયેષ્ઠા સવારે ક. ૦૮-૦૯ સુધી, પછી મૂળ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૩૬ સુધી (તા. ૧૯મી), પછી પૂર્વાષાઢા. ચંદ્ર વૃશ્ર્ચિકમાં સવારે ક. ૦૮-૦૯ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર. વિંછુડો સમાપ્તિ સવારે ક. ૦૮-૦૯, ભદ્રા બપોરે ક. ૧૩-૧૭ થી રાત્રે ક. ૨૩-૩૬. લગ્ન, ઉપનયન, વાસ્તુ, ખાત. શુભ દિવસ.
ગુરુવાર, વૈશાખ વદ-૪, તા. ૧૯મી, નક્ષત્ર પૂર્વાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૧૬ સુધી, પછી ઉત્તરાષાઢા. ચંદ્ર ધનુ રાશિ પર જન્માક્ષર. સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય રાત્રે ક. ૨૨-૪૭. ખાત. શુભ કાર્ય વર્જ્ય છે.
શુક્રવાર, વૈશાખ વદ-૫, તા. ૨૦મી, નક્ષત્ર ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૭ સુધી (તા. ૨૧) પછી શ્રવણ. ચંદ્ર ધનુમાં સવારે ક. ૦૮-૪૪ સુધી, પછી મકર રાશિ પર જન્માક્ષર. શ્રી ભુવનેશ્ર્વરી માતાનો પાટોત્સવ (ગોંડલ). ખાત, લગ્ન, ઉપનયન, વાસ્તુકળશ, સર્વદેવ પ્રતિષ્ઠા. શુભ દિવસ.
શનિવાર, વૈશાખ વદ-૬, તા. ૨૧મી, નક્ષત્ર શ્રવણ રાત્રે ક. ૨૩-૪૫ સુધી, પછી ઘનિષ્ઠા. ચંદ્ર મકર રાશિ પર જન્માક્ષર. ઘનિષ્ઠા નવકારંભ રાત્રે ક. ૨૩-૪૫થી. સૂર્ય સાયન મિથુનમાં સવારે ક. ૦૬-૫૪, ભદ્રા બપોરે ક. ૧૪-૫૯થી મધ્યરાત્રિ પછી ક. ૨૫-૫૪ (તા. ૨૨). સર્વદેવ પ્રતિષ્ઠા, લગ્ન, વાસ્તુકળશ, ખાત. શુભ દિવસ.