જ્ઞાનવાપી પરિસરમાં આજનો સર્વે પૂરો: ભોયરામાં આવેલા રૂમનો સર્વે કરાયો, આશા કરતા વધુ પુરાવા મળ્યા હોવાનો દાવો

કોર્ટના આદેશ બાદ આજે શનિવારે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વે હાથ ધરાયો હતો. મસ્જિદના ભોયરામાં આવેલા રૂમો અને પશ્ચિમ દિવાલના સર્વેનું કામ આજે કરવામાં આવ્યું હતું. આ સર્વેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે. બાકીનો સર્વે ફરી આવતી કાલે હાથ ધરવામાં આવશે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સર્વેનું કામ શાંતિથી પાર પડ્યું હતું.
કહેવાય રહ્યું છે કે સર્વેમાં કેટલીક ખંડિત મૂર્તિએ મળી છે. સાથે જ બહારના હિસ્સામાં કમળના ફૂલ અને સ્વસ્તિકના નિશાન મળી આવ્યા છે. હિન્દુ પક્ષ તરફથી ઉપસ્થિત લોકોનું કહેવું છે કે ત્યાં અમારા વિચારથી પણ વધુ મળી આવ્યું છે. આજના સર્વેમાં કેટલાક રૂમના તાળા ખોલવામાં આવ્યા, જયારે કેટલાકના તોડવા પડ્યા. સર્વે પૂરો થયા બાદ તેનો રિપોર્ટ બધાની સામે આવશે. હાલમાં સર્વે વિશેની વધુ માહિતી અમે આપી શકીએ એમ નથી.
ભોયરામાં સાપ હોવાની શક્યતાને ધ્યાનમાં લઇ મદારીઓ બોલાવવામાં આવ્યા
વિવાદોમાં સપડાયેલી જ્ઞાનવાપી મસ્જિદના સર્વેના કોર્ટ ના આદેશ બાદ આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સર્વે દરમિયાન અહીંના બંધ દરવાજા ઓ કે તેહ ખાનાઓ ખોલવામાં આવે અને એમાં જો મોટી સંખ્યામાં સાપ હોય તો તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને પ્રશાસને અમુક મદારીઓઓને પણ અહીં તૈયાર રાખ્યા હતા.