વર્ષો પછી પણ પ્રેમ અકબંધ રહે એવું ઇચ્છતા હોવ તો આ વાતોનું રાખજો ખાસ ધ્યાન

નવા-નવા લગ્નજીવનની શરૂઆત દરેક ખુશીઓ સાથે કરવા માગતા હોય છે. મોટાભાગે એવું જોવામાં આવે છે કે લગ્નની શરૂઆતના ચાર-પાંચ મહિના કે પછી એક વર્ષ હસી ખુશી સાથે વીતી જાય છે, પરંતુ ઘણી વખત સમયની સાથે સાથે પરિસ્થિતિ અને સંબંધો પણ બદલાઈ જતાં હોય છે. જે પતિ-પત્ની એકબીજા વિના એક પળ માટે પણ રહી શકતા ન હોય તેઓ નાની નાની વાત પર ઝગડવા લાગતા હોય છે. આવું તમારી સાથે ન થાય તેવી જો તમારી ઈચ્છા હોય તો તેના માટે આ વાતોનું ખાસ ધ્યાન રાખજો.
પરિણિત યુગલ પોતાના લગ્નની ખાસ તસવીરો લગાવવાનું પસંદ કરે છે જેથી તે યાદગાર પળ હંમેશા તેમની આંખો સમક્ષ રહે. જો તમારા લગ્ન નવા-નવા થયા હોય ત્યારે તમારી ઇચ્છા ન હોય તો પણ ઘરમાં કોઈ વાસ્તુદોષ ઉત્પન્ન થઈ જાય છે. આ માટે પોતાના લગ્ન દિવસની તસ્વીર પૂર્વ દિશા વાળી દીવાલ પર લગાવો. ભૂલથી પણ તેને દક્ષિણ દિશામાં દિવાલ પર લગાવવી જોઈએ નહીં. આ દિશા સ્વર્ગ સિધાવી ચૂકેલા વડીલોની તસ્વીર લગાવવા માટે શુભ માનવામાં આવે છે.
કોશિશ કરો કે બેડરૂમમાં ઓફિસ કામને લગતી ચીજવસ્તુઓ,મોબાઇલ કે અન્ય કોઈ એવી વસ્તુ પોતાની પાસે ન રાખો કે જેના પર તમારું ધ્યાન લાગેલું રહે, પોતાના જીવનસાથી સાથે દિવસ પરની વાતો કરો અને એકબીજાની સમસ્યાઓ સમજવાની કોશિશ કરો, જેથી તમારો સંબંધ નબળો ન પડે.
વાસ્તુ પ્રમાણે બેડરૂમમાં અરીસો ન હોવો જોઈએ. કદાચ હોય તો પણ એવી દિશામાં હોવો જોઈએ કે સવારે ઊઠીને પોતાને સીધું અરીસામાં જોઈ ના શકો. આમ થવાથી પતિ-પત્નીના સંબંધમાં ખટાશ આવવાની શરૂઆત થઈ જાય છે, સાથોસાથ સંતાન સુખમાં પણ મોડું થઈ શકે છે.
વાસ્તુની દ્રષ્ટિએ પતિ-પત્નીએ બેડરૂમમાં એક લેમ્પ જરૂર લગાવવો જોઇએ. જેથી રૂમમાં પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થાય છે, લેમ્પ સિવાય ફુલ, કેન્ડલ અને હળવી સુગંધ પણ જીવનમાં ખુશીઓ લાવે છે.
ત્રિકોણ આકારનો બેડ સંબંધમાં ખટાશ લાવે છે, ત્રિકોણ બેડ પર ઊંઘતા પતિ-પત્નીમાં હંમેશાં ઝઘડા થવાની સંભાવના રહે છે.