નખત્રાણા નજીક મુંબઈ પાસિંગની કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ૩ વર્ષના બાળક સહિત બેનાં મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સરહદી કચ્છના ધોરી માર્ગો રક્તરંજિત બનવાનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો હોય તેમ નખત્રાણાના મંગવાણા-સુખપર રોહા માર્ગ પર મુંબઈ પાસિંગની હ્યુન્ડાઇ આઈ ટ્વેન્ટી કાર અને મોટરસાઈકલ વચ્ચે સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વર્ષના માસૂમ બાળક સહિત બે લોકોનાં મોત નિપજતાં બૃહદ કચ્છમાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ છે.
સવારના આઠ વાગ્યાના અરસામાં બનેલી આ દુર્ઘટનામાં ગાંધીધામના મહેશ્ર્વરી નગરમાં રહેતાં ૬૫ વર્ષીય આત્મારામ થાવર મહેશ્ર્વરી તેના પડોશી શ્યામ મહેશ્ર્વરીની મોટરસાઇકલ પર પાછળ બેસી અબડાસા તાલુકાના કુણાઠિયાના ધર્મસ્થાને દર્શને જતા હતા. દરમિયાન, સુખપર રોહા નજીક સામેથી ધસી આવેલી મુંબઈ પાસિંગની આઈ ટ્વેન્ટી કારના ચાલકે તેમને ટક્કર મારી હતી જેમાં ગંભીર ઈજાથી આત્મારામભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બાઈકચાલક શ્યામને ગંભીર ઈજાઓ થતાં ભુજની જી.કે. જનરલ હૉસ્પિટલ ખસેડાયો હતો,બીજી તરફ કારમાં સવાર ૩ વર્ષના બાળક ધ્યાન રક્ષિતભાઈ પટેલ (રહે. મોટી રાયણ, માંડવી)ને માથામાં ગંભીર ઈજા થતાં તેનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટના અંગે નખત્રાણા પોલીસે તપાસ હાથ ધરી છે. ઉ