યુએઈથી મુંબઈ આવનારા પ્રવાસીના
આરટી-પીસીઆર ટેસ્ટ, ક્વોરન્ટાઈન નિયમોમાં રાહત
મુંબઈ: દુબઈ સહિત યુનાઈટેડ આરબ અમિરાટ્સથી મુંબઈ એરપોર્ટ પર આવનારા પ્રવાસીઓના આરટી-પીસીઆરના ટેસ્ટ સહિત ક્વોરન્ટાઈનના નિયમોમાં પાલિકાએ રવિવારે ફેરફાર કર્યો હતો. પાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલી નવી ગાઈડલાઈન અનુસાર દુબઈ સહિત યુઈએથી મુંબઈ એરપોર્ટ પર આવનારા પ્રવાસીઓને હવે ફરજિયાત આરટી-પીસીઆર ટેસ્ટ કરવવાના રહેશે નહીં. અલબત્ત, હવે પ્રવાસીઓને સાત દિવસ માટે ફરજિયાત ક્વોરન્ટાઈન થવું પડશે નહીં. અગાઉની ગાઈડલાઈન્સ પ્રમાણે દુબઈ સહિત યુએઈથી મુંબઈ એરપોર્ટ પર આવનારા પ્રવાસીઓ માટે સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન સહિત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેતો હતો, પરંતુ અગાઉની માર્ગદર્શિકામાં અત્યારે ફેરફાર કરવામાં આવ્યો છે. યુએઈથી આવનારા પ્રવાસીઓ માટે હવે કોઈ વિશેષ એસઓપી (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) લાગુ પાડવામાં આવી નથી. યુએઈથી આવનારા પ્રવાસીઓ માટે હવેથી "એટ-રિસ્ક ક્ધટ્રીઝના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના માફક નિયમો લાગુ પડશે.
