પ્રજાસત્તાક દિનનો આ વખતનો ફ્લાયપાસ્ટ કાર્યક્રમ ૭૫ વિમાનોના સમાવેશ વાળો સૌથી મોટો અને શાનદાર હશે
નવી દિલ્હી: આઝાદીના ‘અમૃત મહોત્સવ’ના એક ભાગરૂપે આ વખતે ૨૬ જાન્યુઆરીની પરેડમાં ૭૫ વિમાનોના કાફલા સાથે ફલાયપાસ્ટનો સૌથી મોટો અને શાનદાર કાર્યક્રમ ઊજવાશે એમ સોમવારે ભારતીય વાયુદળના અધિકારી વિંગ કમાન્ડર ઇન્દ્રનીલ નંદીએ જણાવ્યું હતું.
૭ જેગ્વાર લડાકુ વિમાન અમૃતનું ફોર્મેટ રચશે. ૧ ડાકોટા અને ૨ ડોર્નિયર મળીને ટાન્ગાઇલનું ફોર્મેટ રચશે. ૧૯૭૧માં ટાન્ગાઇલ એર ડ્રોપ ઑપરેશન થયું હતું તેની યાદમાં આ કામગીરી થશે. તેની સાથે ૧ ચિનૂક અને ૪ એમઆઇ ૧૭ વિમાન મળીને મેઘના ફોર્મેટ પણ રચાશે. ફ્લાયપાસ્ટની શરૂઆત ૪ એમઆઇ ૧૭ વિમાનો દ્વારા ધ્વજ રચાશે. ત્યાર બાદ ‘રુદ્ર’ અને ‘રાહત’ નું ફોર્મેટ પણ આધુનિક હેલિકૉપ્ટરની મદદ વડે રચાશે. આ ઉપરાંત, બીજા અનેક વિમાનો જેમ કે રાફેલ, નૌકાદળના મિગ ૨૯ કે અને પી-૮૧ સર્વેલન્સ પણ આ પરેડમાં પોતાના કરતબ દેખાડશે.
--------
દારૂ ભરેલા વાહનનું પાઇલોટિંગ કરતાં કોન્સ્ટેબલની ધરપકડ
અમદાવાદ: ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં રાજ્યમાં દારૂ ઘુસાડવાનો વિચિત્ર બનાવ સામે આવ્યો હતો. રાજસ્થાનના ભીલકુવાથી પાઇલોટિંગ કરીને આવતાં સંજેલી પોલીસ મથકના કોન્સ્ટેબલે દારૂ ભરેલી બોલેરો ભગાવવા માટે ધાવડિયામાં ઝાલોદ પોલીસની જીપ આગળ ફિલ્મી ઢબે પોતાની કાર આડી કરી દીધી હતી. જોકે, પોલીસે જીપનો છેક ૧૩ કિમી પીછો કરીને વાહન પકડતાં તેમાંથી રૂા.૧.૫૪ લાખનો દારૂ મળ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ સહિત ચાર સામે ગુનો નોંધ્યો. ઘટનાને પગલે જિલ્લા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. ઉ