આ ગરમીએ તો લોહી પીધાં

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
ચુનિયાએ જીદ પકડી કે મુંબઈ જઈને રહેવું છે. બે પાંદડે થાઉં કે ન થાઉં પણ ડાળે તો સો ટકા વળગીશ. મેં તેને પૂછ્યું કે ‘મુંબઈમાં એવું તે શું છે કે અને ક્ધયારત્ન પ્રાપ્ત થશે’. તો મને કહે ‘પ્રાચીન કાળથી એક કહેવત હું સાંભળતો આવ્યો છું કે "સીધી (અઘરી નહીં) તેને જઈ વરે જે પરસેવે ન્હાય અત્યારે મુંબઈનો બફારો એવો છે કે સતત પરસેવો થતો રહે અને તમે પરસેવાથી નાહતા રહો. તો મને સીધી વરસે જ’. મેં તેને કહ્યું કે એ સિદ્ધિ,સીધી નહીં, અને તું વિચારે છે તે તો સાવ જુદી વસ્તુ છે. તારી સમજ બહારની છે એ કોઈ ક્ધયા, નથી પરંતુ માનવા તૈયાર નથી.’ ખરેખર આ ગરમીએ હાહાકાર મચાવ્યો છે, વાંક આપણો જ છે ઘટાટોપ ઝાડવાઓ જે સતત ઓક્સિજન આપતાં હોય તેને કાપી અને મેદાન બનાવવા છે. અને પર્યાવરણની સુફિયાણી વાતો કરવી છે. ઘરમાં કુંડામાં છોડ વાવવાથી હરિયાળી ક્રાંતિ ન આવે.
ચુનિયો સવારનો બેઠો બેઠો તેના તમામ સગા વહાલાઓને ફોન કરી અને ઘરે આવવાનું આમંત્રણ આપી રહ્યો છે. મને પણ આશ્ર્ચર્ય થયું મેં તેને પૂછ્યું કે ‘આટલો બધો દિલદાર શું કામ થઈ ગયો?’ મને કહે "એવું કશું નથી પરંતુ દરેક સગાં વહાલાંઓને ફોન કરી અને આપણે આમંત્રણ આપી દેવાનું.
દરેકને ખબર છે કે મારા ઘરે પંખો પણ પાંખિયા ગણી
શકાય તેટલી સ્પીડે ચાલે છે. એટલે આ ગરમીમાં આવવાનું
કોઈ વિચારે નહીં.અને આપણે આમંત્રણ આપી દીધું ગણાય.
સામે ભૂલેચૂકે પણ જો એમ કહે કે ‘તમે આવો’ તો આપણે તેનો વિચાર બદલાય તે પહેલા હા પાડી દેવાની. બહારના ઓર્ડર પર પૂરતું ધ્યાન આપીએ છીએ. તરત જ ઘર ખાટલા સાથે પહોંચી જવાનું.
ચાર-પાંચ દિવસ તેના એસી રૂમમાં કબજો કરી લેવાનો આનંદ કરી અને પાછા. અત્યારે ૪૬-૪૭ ડિગ્રી તાપમાન છે. લોકડાઉનમાં ઘરે રહી અને માંડ થોડો થોડો થયો હતો ક્યાં તડકાએ સાઉથ ઇન્ડિયન કરી મૂક્યો. હમણાં મારા ઘરે મારો સાળો આવ્યો. મારા છોકરાએ દરવાજો ઉઘાડ્યો અને સામે મામા હતા તો પણ ઓળખી ન શક્યો અને તરત જ કહ્યું કે ‘સ્વામી આજ ઈડલી ઢોંસા નહીં ખાયેંગે કલ આના’.
આપણાથી આવી ભૂલ થઈ હોય તો બપોરે ત્રણ વાગ્યે તેના ભાઈ માટે મને બહાર શેરીના નાકે ઉઘાડા પગે શેરડીનો રસ લેવા
મોકલી સજા કરી હોત’. મેં પણ ચિંતા જતાવી તો મને કહે ચિંતા કરવાની જરૂર નથી મેં આ ગ્લોબલ વોર્મિંગનો રસ્તો શોધી
કાઢ્યો છે.લોકોએ ઝાડ વાવવા નથી તો કાંઈ નહીં લાઇફ સ્ટાઈલ બદલાવવાની રહેશે. સામાન્ય રીતે આપણે રાત્રે ૧૦ વાગ્યા
પછી સૂવાનો સમય હોય અને સવારે સાત આઠ વાગે આપણે
જાગી જઈએ છીએ. પરંતુ જો આ જ ગતિએ પૃથ્વી પર તાપમાન વધતું રહ્યું તો આપણે નોકરી-ધંધા અને કામકાજનો સમય ફાળવવો પડશે.
દિવસ આખો સૂઈ રહેવાનું અને સાંજે છ વાગે ઓફિસ ધંધારોજગાર શરૂ થાય અને આખી રાત સવાર ના ૮ વાગ્યા સુધી ધંધા રોજગાર ઓફિસ ચાલુ રહે.બાકી બીજો કોઈ રસ્તો મને દેખાતો નથી’. મેં કહ્યું ’સાચી વાત છે ચુનિયા ૪૬ ડિગ્રી તાપમાને તો ડામર રોડ પરનો ડામર પણ ઓગળી જાય’. મને કહે એટલે જ સરકારી રોડ બને તેમાં ડામરનો ઓછો ઉપયોગ થાય છે.
કોન્ટ્રાકટર અને સરકાર તમારા વાહન અને તમારા માટે ચિંતીત છે. મેં તો મારા પરિવારની વ્યવસ્થા કરી રાખી છે ઉનાળાના ચાર મહિના કોઈપણ કોલ્ડ સ્ટોરેજમાં નોકરીએ રહી જવું અંદર ન બેસવા દે તો કાંઇ નહી દરવાજો થોડો ખુલ્લો રાખીએ અને બહાર મફતમાં કાશ્મીર કાશ્મીર રમી લેવું’. મને મારા ઘર નો કિસ્સો યાદ આવ્યો. હું પંદર દિવસ બહારગામ ગયો હતો અને એક પરિવારને ઘર સાચવવા રાખીને ગયો હતો. એ પંદર દિવસનું લાઇટનું બિલ ભયંકર રીતે વધુ આવ્યું અને ફ્રિઝ પણ બગડી ગયું.
બહુ પૂછપરછ પછી ખબર પડી કે એ પરિવારને હું ઘર સાચવવા રાખીને ગયો હતો તે રસોડામાં ફ્રિઝ ખુલ્લું રાખી અને તેનો એ.સી. તરીકે ઉપયોગ કરતા હતા. રાત્રે સૂવા માટે ખાટલો પણ રસોડામાં ખેંચી ફ્રિઝ ખુલ્લું રાખી મોજ મોજ કરતાં. મારે તો આવીને નાહવા માટે પાણી પણ બાજુવાળાના ફ્રિઝમાંથી લેવું પડ્યું. વાત હસવાની છે પરંતુ પ્રશ્ર્ન બહુ મોટો છે આમ ને આમ ચાલુ રહ્યું તો ઠંડક મેળવવા શું કરશો? ભરબપોરે કાંઈ પાડોશમાં ડોકયુ કરી અને ઠંડક નહીં મેળવી શકાય.
વૃક્ષો વાવો નહીંતો આવનારી પેઢીને શું જવાબ આપીશું? યોગથી તમારાં ફેફસાં મજબૂત થાય અને ઓક્સિજન વધારે ખેંચી શકો
પરંતુ ઓક્સિજન આવશે ક્યાંથી?તેને માટે યોગી નહીં ઉપયોગી થવું પડશે.
---------
વિચારવાયુ
પૃથ્વી પર ખોટાં કામ વધી ગયાં છે એટલે ઉપરવાળાએ એ.સી. ઊંધું ફિટ કર્યું છે.‘જાડવા’ નહીં વૃક્ષો વાવો.