સુપ્રીમ કોર્ટે અરજદાર એનજીઓને હંગામી ધોરણે રાહત આપવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી: ૧૧,૫૯૪ એનજીઓનું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ) રજિસ્ટ્રેશન લંબાવવામાં આવ્યું છે. જે એનજીઓ દ્વારા છેલ્લી તારીખ અગાઉ અરજી મળી હતી તેમનું રજિસ્ટ્રેશન લંબાવવામાં આવ્યું છે તેવી રજૂઆત સોલિસિટર જનરલ (એસજી) તુષાર મહેતાએ સુપ્રીમ કૉર્ટમાં મંગળવારે કરી હતી. વિદેશથી ભંડોળ મેળવવા પ્રત્યેક સંસ્થા અને એનજીઓએ એફસીઆરએ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. મહેતાએ રજૂઆત કરી હતી કે કટઓફ્ફ ડેટ (છેલ્લી તારીખ) અગાઉ ૧૧,૫૯૪ એનજીઓ દ્વારા અરજી કરવામાં આવી હતી અને તેમનું રજિસ્ટ્રેશન હાલ પૂરતું લંબાવવામાં આવ્યું છે. ન્યાયમૂર્તિ એ. એમ. ખાનવિલકર, ન્યાયમૂર્તિ દિનેશ મહેશ્ર્વરી અને ન્યાયમૂર્તિ સી. ટી. રવિકુમારની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી. ખંડપીઠે એસજીની રજૂઆતની નોંધ લીધી હતી. તમામ સંસ્થાઓનું એફસીઆરએ રજિસ્ટ્રેશન જે ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ના દિવસે પાત્ર હતું તેની નોંધણી ચાલુ રાખવા અંગે સરકારને નિર્દેશ આપવા ‘વચગાળાનો આદેશ’ આપવા ખંડપીઠે ઇન્કાર કર્યો હતો.
અમેરિકાસ્થિત એક એનજીઓએ વચગાળાની રાહત માગતી અરજી કરી હતી, જેની સુનાવણી ખંડપીઠ સમક્ષ ચાલી રહી હતી. કેન્દ્ર સરકારના નિર્ણયથી ૫૭૮૯ સંસ્થાઓનું એફસીઆરએ રજિસ્ટ્રેશન રદ થયું હતું, જેની સામે ઉપરોક્ત એનજીઓએ સુપ્રીમમાં અરજી કરી હતી. ઉ