હિન્દુત્વનો ઉભરો એકાએક?
સાંપ્રત -મુકેશ પંડ્યા
હિન્દુત્વનો ઉભરો એકાએક નથી આવ્યો. છેલ્લાં ૭પ વર્ષથી હિન્દુઓમાં ઉકળી રહેલા અંસતોષના ચરુંનું આ પરિણામ છે. ઈ.સ. ૧૯૪૭માં ભારતના ભાગલા પડ્યા એ સ્પષ્ટપણે ધર્મ કે સંપ્રદાયના આધાર પર પડેલા ભાગલા હતા એ દિવા જેવી ચોખ્ખી વાત છે. બેઉ દેશોમાંથી હિજરત પણ એ જ ધોરણે શરૂ થઇ. હિન્દુઓ પાકિસ્તાન છોડીને હિન્દુસ્તાન આવવા લાગ્યા અને મુસ્લિમો પાકિસ્તાન જવા લાગ્યા હતા. જોકે આ કાર્ય ૧૦૦ ટકા સિદ્ધ થયું હોત તો આજે બેઉ દેશો સુખી હોત એમ માનનારા સરદાર પટેલ સહિત ઘણા લોકો હતા.
ગાધીજીએ કરેલી એક જાહેરાત કે જે મુસ્લિમ ભાઈઓને ભારત છોડીને ન જવું હોય તે અહીં રહી શકે છે. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં આ જ લોકોને વૉટ બેન્ક બનાવી કહેવાતી બિનસાંપ્રદાયિક ભારતની સરકાર જાણે અજાણે હિન્દુઓને અન્યાય કરી બેસશે. કૉંગ્રેસ સહિતના અનેક પક્ષો જેમકે સામ્યવાદી, સમાજવાદી વિગેરેએ સત્તા પ્રાપ્તિના લક્ષ્ય માટે મુસ્લિમોનું તુષ્ટિકરણ કર્યું. અને હિન્દુઓ જાતિવાદમાં રચ્યા પચ્યા રહી ક્યારેય એક મત ન થાય તેની પૂરતી તકેદારી રાખી. હિન્દુઓના ગમા અણગમા વગર હિન્દુ કોડ બિલ આવી ગયું. પરંતુ મુસ્લિમોને તેમના ધર્મ પ્રમાણે વર્તવાની સંપૂર્ણ આઝાદી મળી. હિન્દુઓમાં અસંતોષના બીજ અહીંથી રોપાયા. આઝાદી પછી ભારત બિનસાંપ્રદાયિક રહ્યું પરંતુ પાકિસ્તાને ૧૯૫૬માં જ પોતાને ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કર્યું. આ સંજોગોમાં બચી ગયેલા ભારતમાં અન્ડરકરન્ટ હિન્દુ રાષ્ટ્ર બનવાની તૈયારી શરૂ થઈ ગઈ હતી. છેલ્લે મનમોહનસિંહ જ્યારે સત્તા પર હતા ત્યારે એમ પણ બોલ્યા હતા કે ભારતમાં જે સંસાધનો છે તેની પર પહેલો હક લઘુમતી કોમોનો છે. ભારતની પ્રજા બધું સમજતી હતી. કેટલાય હિન્દુ સંગઠનો પણ આવી વાતનો વિરોધ કરતાં હતાં. પણ શું થાય સત્તા વિનાનું શાણપણ નકામું હતું. જોકે, મુસ્લિમોની સાથે હિન્દુઓના હિતનું વિચારતી મોદીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર ૨૦૧૪માં આવી અને પાસું પલટાઇ ગયું. સરકારે પ્રથમ સત્રમાં આર્થિક ક્ષેત્રે અને અન્ય દેશો સાથે વ્યવહાર સુધારવાનું જ કામ કર્યું. પરંતુ બીજી વાર બહુમતી મેળવ્યા બાદ ૩૭૦મી કલમ રદ કરી. અયોધ્યા મંદિરનું નિર્માણ શરૂ કર્યું.
અયોધ્યામાં મંદિર થઈ શકે તો કાશી અને મથુરામાં કેમ નહીં એવા વિચારે હવે ત્યાં પણ આંદોલનો થવા લાગ્યા છે. તાજમહાલ અને કુતુબમિનાર પણ હિંદુ સંસ્કૃતિના અંગ છે એવા દાવા હવે થવા માંડ્યા છે. દેશના હિંદુ સંગઠનોને લાગે છે કે મોદી-યોગીની સરકારમાં જ આવા કામ શક્ય બનશે એટલે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી પહેલા જેટલા હિન્દુઓના હિતમાં કામ થઈ જાય એટલા કરવા આ સંસ્થાઓ તત્પર બની છે. આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિશ્ર્વ સર્મા તો ખુલ્લેઆમ કહે છે કે તેમને લઘુમતીઓના મત મળતા નથી અને અપેક્ષા પણ નથી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વિધાનસભાની ચૂંટણી વખતે ૮૦-૨૦નું સમીકરણ આપ્યું હતું ત્યારે સમજનારા સમજી ગયા હતા કે તેઓ શું ઈશારો કરે છે.
ઉત્તર પ્રદેશમાં જ્યાં જ્યાં મુસ્લિમ બહુમતી હોય છે ત્યાં ત્યાં યોગી સરકારે ગમે તેટલી સવલતો આપી હોય મુસ્લિમ ઉમેદવારો જ જીત્યા છે. હિન્દુ સંગઠનો અને હિન્દુ નેતાઓ હવે આ વાત સમજી ગયા છે એટલે વધુને વધુ હિન્દુઓ તેમની તરફેણમાં મતદાન કરવા ઉતરે તેવા પ્રયાસ થઈ રહ્યા છે અને ભવિષ્યમાં
પણ થશે. ઉ