ખાંડમાં પાંખા કામકાજે જળવાતી પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૨૪૦થી ૩૨૯૦ આસપાસના મથાળે ટકેલા ધોરણે થયાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પાંખાં કામકાજ અને અમુક માલની ગુણવત્તા પણ નબળી હોવાને કારણે સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં ઉપલા મથાળેથી અનુક્રમે ક્વિન્ટલે રૂ. ૭ અને રૂ. ૩૦નો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે નાકા ડિલિવરી ધોરણે પણ વપરાશકાર ઉદ્યોગની માગ મર્યાદિત રહેતાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૧૫થી ૪૦નો અને મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં ક્વિન્ટલે રૂ. ૩૫થી ૫૦નો ઘટાડો આવ્યો હતો. તેમ જ નિરસ માગ તથા અમુક માલની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૭ના ઘટાડા સાથે રૂ. ૩૪૦૦થી ૩૪૮૫માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. ૩૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૧૨થી ૩૬૪૨માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.