ખાટીમીઠી નાની નાની લીચીના મોટા મોટા ફાયદા

આરોગ્ય સુધા -મૌસમી પટેલ
અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને જ્યાં જુઓ ત્યાં બસ આંબા, કલિંગર, દ્રાક્ષે જ બજાર ટેક ઓવર કરી લીધું છે... અને હવે છેલ્લા એકાદ- બે દિવસથી કોઈ કોઈ ઠેકાણે લીચીબહેન પણ દેખાઈ જાય છે. આપણા વડીલો હંમેશાં કહેતા કે ઋતુ પ્રમાણે ખાણી-પીણીમાં ફેરફાર કરવા જોઈએ અને જે સીઝનમાં જે શાકભાજી કે ફળ મળે એ ખાઈ લેવાં જોઈએ. જે રીતે ઉનાળામાં આંબા ખાવાની રાહ જોતો એક અલગ વર્ગ છે, એ જ રીતે લીચી ખાનારો અને તેની આતુરતાપૂર્વક રાહ જોનારો એક આખો અલગ વર્ગ છે. સ્વાદમાં ખાટ્ટીમીઠી લીચી સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે જ આરોગ્યદાયી પણ છે અને આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ કે લીચી ખાવાથી તમને શું અને કેવા કેવા ફાયદા થાય છે...
લીચીમાં વિટામિની સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને તેની સાથે સાથે જ તેમાં ફોસ્ફરસ, કોપર, પૉલીફિનોલ, ઓલિગોનોલ જેવાં બીજાં આવશ્યક તત્ત્વ પણ હોય છે. આ ઉપરાંત તેમાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિવાઈરલ, પ્રોટીન, વિટામિન એ, સી, ઈ, કે, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા જીવનાવશ્યક ઘટકો પણ જોવા મળે છે. લીચીને કારણે આરોગ્યને થનારા ફાયદા વિશે જ આગળ વિસ્તારથી વાત કરીએ.
સ્કિનની બેસ્ટ ફ્રેન્ડ છે લીચી
ત્વચા પરની કરચલી, ડ્રાય સ્કિન જેવી સમસ્યા તમને સતાવતી હોય તો એવા લોકો માટે લીચી એકદમ બેસ્ટ સાબિત થાય છે. લીચીમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ્સને કારણે સ્કિનને પ્રોટેક્શન મળે છે. ઉનાળાને કારણે થનારા સનબર્ન અને રેડનેસની સમસ્યામાં લીચીના રસમાં વિટામિન ઈની કેપ્સ્યુલ્સમાં રહેલું તેલ મિક્સ કરીને ફેસ પૅક લગાવવાથી ત્વચા મુલાયમ અને ચમકદાર બને છે.
વજન ઓછું કરવામાં પણ ફાયદાકારક
વધતું વજન એ ઓલમોસ્ટ દરેકની સમસ્યા છે, પણ તમને જાણીને આનંદ થશે કે વધતું વજન ઘટાડવામાં પણ લીચી મદદરૂપ સાબિત થાય છે. લીચીમાં કેલરી કે ફેટ નથી હોતાં, તેમાં માત્ર પાણી અને ફાઈબર હોય છે, જેને કારણે જેમને પણ વજન ઓછું કરવું હોય એ લોકોએ આ સીઝનમાં લીચી ખાવી જ જોઈએ...
કેન્સરમાં પણ છે મદદરૂપ
કેન્સર જેવા જીવલેણ રોગમાં પણ આ નાનકડી લીચી મદદરૂપ સાબિત થાય છે. લીચીના શરબતમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ફ્લેવોનોઇડ્સ હોય છે, જે કેન્સર જેવા રોગમાં મદદરૂપ સાબિત થાય છે. લીચી ખાવાને કારણે બ્રેસ્ટ કેન્સરના સેલ્સમાં વૃદ્ધિ થતી નથી, એટલે કેન્સરના દર્દીને લીચી ખવડાવવાથી તેમને ફાયદો થશે.
હાર્ટ પેશન્ટ માટે છે ઉત્તમ ઈલાજ
લીચી કેન્સર જેવી બીમારીમાં તો લાભદાયી સાબિત થાય જ છે, પણ તેની સાથે સાથે જ હાર્ટ સંબંધિત બીમારીમાં પણ મહત્ત્વનો રોલ પ્લે કરે છે. લીચીમાં રહેલા ઓલિગોનોલ શરીરમાં નાઈટ્રિક ઓક્સાઈડની ઉત્પત્તિમાં વધારો કરે છે. એને કારણે બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને હૃદય પર બહુ જ ફાયદાકારક સાબિત થાય છે. ઉ