હાર્દિકને કપ્તાનપદના ભારે લાગણીઓ પર કાબૂ મેળવતા શીખવ્યું: શમી

મુંબઇ: ભારે રઘવાયો અને જલદ ગણાતા હાર્દિક પંડ્યા પર નેતૃત્વની જવાબદારી આવતાં જ તેના સ્વભાવમાં ઘણો ફેરફાર થયો છે જે પ્રથમ વાર આઇપીએલ રમી રહેલા ગુજરાત ટાઇટન્સ માટે ખૂબ લાભદાયક રહ્યું છે, એમ ટીમના સિનિયર બૉલર મોહમ્મદ શમીનું માનવું છે.
શમી હાર્દિક સાથે અનેક આંતરરાષ્ટ્રીય મેચો રમી ચૂક્યો છે જે દરમ્યાન તેણે હાર્દિકને જોશીલો અને તડાફડ ઑલરાઉન્ડર તરીકે જોયો છે, જ્યારે આઇપીએલમાં મળેલા સુકાનીપદે તેના સ્વભાવને બદલી નાખ્યો છે તે એક પીઢ ખેલાડીની જેમ પોતાની લાગણીઓ પર અંકુશ રાખતા શીખ્યો છે.
અનુભવી શમીએ તેને અગાઉ સલાહ આપતાં ક્હ્યું હતું કે આખી દુનિયા જ્યારે આપણી મેચ જોઇ રહી હોય ત્યારે મેદાન પર પોતાની લાગણીઓને અંકુશમાં રાખતા શીખવું જોઇએ. કેપ્ટને સેન્સિબલ હોવું જોઇએ, સંજોગોને સમજીને વ્યવહાર કરવો જોઇએ.
હાર્દિક પંડ્યાએ આ રોલ બરાબર નિભાવ્યો છે. હાલ ગુજરાત ટાઇટન્સ ૧૨ મેચ રમીને ૧૮ પોઇન્ટ સાથે સહુથી આગળ છે.
શમી ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્માના સુકાનીપદ હેઠળ રમી ચૂક્યો છે. તેના જણાવ્યા અનુસાર દરેક ખેલાડીની એક આગવી અદા હોય છે. ધોની શાંત છે તો કોહલી આક્રમક છે તો વળી રોહિત સ્થિતિ પ્રમાણે પોતાનામાં બદલાવ લાવે છે. તે કહે છે કે હાર્દિકના મગજને પણ આ જ રીતે સમજી શકાય છે. તેને સમજવો એ કોઇ રોકેટ સાયન્સ નથી. ઉ