તંત્રની અજબ નીતિ: વડોદરામાં અન્ય બજારો ધમધમે છે ને શુક્રવારી બજાર બંધ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કોરોનાના નિયમોના પાલનના નામે સ્થાનિક તંત્ર દ્વારા ઘણીવાર એવા નિર્ણયો લેવાય છે, જે હાસ્યાસ્પદ હોય છે. વડોદરામાં એક તરફ બાકીના તમામ બજારો ખુલ્લા છે ત્યારે તંત્ર માત્ર શુક્રવાર બજાર બંધ કરાવી કોરોનાને અટકાવી રહ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં કોરોનાના કેસો વધતા કોર્પોરેશન દ્વારા શુક્રવારી બજાર બંધ કરાવ્યું હતુ. ત્યારબાદ સતત ત્રીજા શુક્રવારે શુક્રવારી બજાર ભરાતા કોર્પોરેશને સામાન જપ્ત કરી બજાર બંધ કરાવતા રોષે ભરાયેલી વેપારી મહિલાઓએ રોડ ઉપર બેસી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી હોબાળો મચાવ્યો હતો. તો બીજી તરફ સામાજિક કાર્યકરે કોર્પોરેશનની કચેરી બહાર શુક્રવારી બજાર ભરવાની મંજૂરી આપવાની માગ સાથે ચીમકી ઉચ્ચારી છે. કોર્પોરેશન દ્વારા સતત ત્રીજા શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે શુક્રવારી બજારમાં કાર્યવાહી કરી સામાન જપ્ત કરી બજાર બંધ કરાવતા તંત્રની કોરોનાને લઈ બેધારી અપનાવવામાં આવી રહેલી નીતિ સામે વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કોરોનાના કેસ વધતા પાલિકા દ્વારા છેલ્લા ત્રણ સપ્તાહથી શુક્રવારી બજાર બંધ કરાવવામાં આવી રહ્યું છે. શુક્રવારે વેપારીઓ બજાર મળવાની આશા લઇને આવે છે અને નિરાશ થઈને પરત
ફરે છે.
મહિલા વેપારીઓનું કહેવું છે કે, વડોદરા શહેરના તમામ બજારો બેરોકટોક ધમધમી રહ્યા છે, ત્યારે સપ્તાહમાં એક દિવસ ચાર-પાંચ કલાક મળતું બજાર કેમ ખટકે છે, જો બંધ કરવું જ હોય તો સમગ્ર શહેરના બજારો બંધ કરો. મહિલાઓએ રોડ પર બેસી પાલિકાના નામે છાજીયા લીધા હતા. ઉ