ભારતીય સંગીતને વિશ્ર્વભરમાં ફેલાવો: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી: ભારતીય સંગીતને વિશ્ર્વભરમાં ફેલાવવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે હાકલ કરી હતી.
સંગીત આધારિત સ્ટાર્ટઅપ શરૂ કરવાની અને એને લગતી ટેક્નોલૉજી અપનાવવાની તેમણે લોકોને હાકલ કરી હતી.
પંડિત જસરાજની ૯૨મી જન્મજયંતી નિમિત્તે સાંસ્કૃતિક પ્રતિષ્ઠાનનું ઉદ્ઘાટનના ડિજિટલ કાર્યક્રમને સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે સંગીતની દુનિયામાં ટેક્નોલૉજીનો વ્યાપ વધ્યો છે. જીવનના દરેક ક્ષેત્ર પર ટેક્નોલૉજીનો પ્રભાવ છે ત્યારે સંગીતક્ષેત્રમાં પણ ટેક્નોલૉજી અને આઈટી ક્રાન્તિ થવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું. દેશમાં સંગીતને સમર્પિત એવા સ્ટાર્ટઅપ પણ શરૂ થવા જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
આ સ્ટાર્ટઅપ ભારતીય વાજિંત્રો અને પરંપરાઓ આધારિત હોવા જોઈએ.
આપણી ગુરુ-શિષ્ય પરંપરા ચાલુ રહેવી જોઈએ અને તેનેટેક્નોલૉજીની મદદથી વધુ સમૃદ્ધ કરવી જોઈએ.
ભારતીય સંગીત વિશ્ર્વભરમાં તેની છાપ છોડે અને વિશ્ર્વ સ્તરે તેનો પ્રભાવ પડે તેની જવાબદારી આપણી હોવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.
ભારતીય સંગીતમાં લોકોનાં મન પર ઊંડી અસર કરવાની ક્ષમતા છે. ભારતીય સંગીત પ્રકૃતિ અને ઈશ્ર્વરીય એકાત્મકતાનો અનુભવ વધુ મજબૂત કરે છે, એમ તેમણે કહ્યું હતું.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની લોકપ્રિયતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે ભારતના આ વારસાથી વિશ્ર્વભરને લાભ થયો છે.
પંડિત જસરાજનું વર્ષ ૨૦૨૦માં ન્યૂ જર્સીસ્થિત તેમના નિવાસસ્થાને હૃદયરોગના હુમલાના કારણે અવસાન થયું હતું.
પંડિત જસરાજે પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ સહિતના પ્રતિષ્ઠિત એવૉર્ડ
મેળવ્યા હતા. (એજન્સી)ઉ