ઇન્ડિયન આર્મીના પાંચ જવાનો સહિત છને શૌર્યચક્ર
નવી દિલ્હી: ઇન્ડિયન આર્મીના પાંચ સૈનિકોને ત્રાસવાદીઓ સામે અસાધારણ બહાદુરી દાખવવા બદલ મંગળવારે મરણોત્તર શૌર્યચક્ર પ્રદાન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આસામ રાઇફલ્સના એક સૈનિકને પણ શોર્ય ચક્ર પ્રદાન કરવામાં આવ્યું હતું. આ છ સૈનિકોને શૌર્ય ચક્ર ઉપરાંત, ૧૯ લોકોને પરમ વિશિષ્ઠ સેવા મેડલ, ૩૩ને વિશિષ્ઠ સેવા મેડલ આપવામાં આવ્યા હતા. ચાર જણાને ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, ૧૦ને યુદ્ધ સેવા મેડલ, ૮૪ને સેના મેડલ (ગૅલેન્ટ્રી) અને ૪૦ લોકોને સેના મેડલ (વિશિષ્ઠ સેવા) પ્રદાન કરવામાં આવ્યા હતા. ઉ