73rd Republic day: તિરંગાને 21 તોપોની સલામી, શૌર્ય પુરસ્કારથી જવાનોનું કરાયું સન્માન

આ વર્ષે ભારત 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો છે. 1950માં આ દિવસે દેશનું સંવિધાન લાગુ કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજધાની દિલ્હી ખાતે આવેલા નેશનલ વૉર મેમોરિયલ પહોંચ્યા હતા. પીએમ મોદીએ દેશ માટે અલગ અલગ યુદ્ધ અને ઓપરેશન્સમાં શહીદ થયેલા 26,000 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રજાસત્તાક દિવસની ઉજવણીની શરૂઆત તિરંગાને 21 તોપોની સલામી આપીને કરવામાં આવી હતી.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi lays wreath at the National War Memorial on 73rd #RepublicDay pic.twitter.com/ZhYNBCmozh
— ANI (@ANI) January 26, 2022
73માં ગણતંત્ર દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લુક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. તેઓ સફેદ ઝભ્ભો અને કોટી પહેરીને આવ્યા હતા, પરંતુ તેમણે પહેરેલી ટોપી આકર્ષણનું કેન્દ્ર બની હતી. તેમણે ઉત્તરાખંડની ટોપી પહેરી હતી. જેની પર બ્રહ્મકમળનું ફુલ બનેલુ છે, જે ઉત્તરાખંડનું રાજકીય પુષ્પ છે. પીએમ મોદી જ્યારે કેદારનાથમાં પૂજા કરવા પહોંચ્યા હતા ત્યારે આ ફૂલ તેમણે મહાદેવને ચઢાવ્યા હતા. પીએમ મોદીએ જે સ્ટોલ પહેર્યો છે તે મણિપુરનો સ્ટોલ છે. નોંધનીય છે કે આ બંને રાજ્યોમાં ચૂંટણી થવા જઈ રહી છે.
સૌથી પહેલા પીએમ મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ શહીદોનું સન્માન કરવામાં આવ્યું હતું. ASI બાબુ રામને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યું હતું.
J&K Police ASI Babu Ram conferred with Ashok Chakra posthumously for "displaying valour & exemplary raw courage" during an anti-terror op in Srinagar in which he killed 3 terrorists in AuG 2020.
— ANI (@ANI) January 26, 2022
His wife Rina Rani & son Manik receive the award from President Kovind#RepublicDay pic.twitter.com/ut2maxKEKM
દિલ્હીના રાજપથ પર યોજાયેલી શાનદાર પરેડમાં સેન્ચુરિયન ટેન્ક સહિત અનેક બટાલિયનના અધિકારીઓ અને સૈનિકો સહભાગી થયા હતાં.
#RepublicDay parade | The first contingent is of the 61 Cavalry. It is the only serving active Horse Cavalry Regiment in the world pic.twitter.com/NfLQNoa68H
— ANI (@ANI) January 26, 2022
ગણતંત્ર દિવસ પરેડમાં વાઈનગ્લાસ ફોર્મેશનમાં 155 હેલિકોપ્ટર યુનિટના 4 Mi-17V5 હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી અને રાજપથ પર પુષ્પ વરસાવ્યા હતા.
दिल्ली के राजपथ पर गणतंत्र दिवस परेड में सेंचुरियन टैंक, PT-76, MBT अर्जुन MK-I और APC पुखराज की टुकड़ी ने भाग लिया। #RepublicDayParade pic.twitter.com/4YAQ81NJkt
— ANI_HindiNews (@AHindinews) January 26, 2022
નૌસેનાની ઝાંખીનું શાનદાર પ્રદર્શન
Indian Navy tableau participates in the #RepublicDayParade at Rajpath
— ANI (@ANI) January 26, 2022
The tableau is designed with an aim to showcase the multi-dimensional capabilities of the Navy as well as highlight key inductions under 'Atmanirbhar Bharat'. 'Azadi ka Amrit Mahotsav' also finds a spl mention pic.twitter.com/70zAoOXHL3
ભારતીય વાયુસેનાની ઝાંખીનું પ્રદર્શન
આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે, ત્યારે ગણતંત્ર પર્વ પર દિલ્લીમાં પરેડ બાદ સંસ્કૃતિની ઝાંકી કરાવતા ટેબ્લો પણ રાજપથ પરથી વિવિધ રાજ્યોના ટેબ્લો પસાર થયા હતાં. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતનો ટેબ્લો રાજપથ પરથી પસાર થયો હતો. જેમાં આ વખતે ગુજરાતના શહીદોની થીમ પર ટેબ્લો બનાવવામાં આવ્યો છે. આ ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરાયું હતું.
The tableau of Gujarat showcases the theme of the 'tribal movement of Gujarat'.
— ANI (@ANI) January 26, 2022
The front part of the tableau represents the freedom fighting spirits of tribals' ancestors. #RepublicDayIndia pic.twitter.com/4eAlARpjf9
ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથા દર્શાવવામાં આવી
ઉલ્લેખનીય છે કે, 'ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો' વિષયક ટેબ્લોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ કરતાં પણ વધુ ભીષણ હત્યાકાંડ સર્જ્યો હતો, જેમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા. અત્યાર સુધી અજાણી રહેલી આ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ટેબ્લોના માધ્યમથી ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી હતી.
ઘટના શું છે ?
7 માર્ચ 1922માં અંગ્રેજોએ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પાસે દઢવાવ ગામે 1200થી વધુ લોકોને ગોળી મારી હત્યા કરી હતી. આ તમામ લોકોના મૃતદેહને કુવામાં નાંખી દેવામાં આવ્યા હતા. અંગ્રેજો દ્વારા લગાન વધારવામાં આવતા તમામ લોકો તેનો વિરોધ કરવા સભામાં આવ્યા હતા. સભામાં અંગ્રેજો સાથે વાતચીત ચાલી રહી તે સમયે તમામની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સરકાર દ્વારા દઢવાવ ગામે હાલ શહીદ વન અને વીરાંજલી વન પણ બનાવવામાં આવ્યા છે, પરંતુ સ્થાનિકો ત્યાં શહીદોની યાદમાં એક મ્યુઝિયમ બને એવી આશા સેવી રહ્યા છે.
Comments

Pravin Patel
January 27, 2022
Best. PM. In world