નોકરી મળવામાં આવતી બાધા દૂર કરવા રાશિ અનુસાર કરો ઉપાય

રોટી, કપડા ઓર મકાન માણસની પ્રાથમિક જરૂરિયાત છે અને એ મેળવવા માટે જરૂરી છે નોકરી-ધંધો. વર્તમાન સમયમાં જે તે વ્યક્તિની સફળતાનો એક માત્ર માપદંડ તેનો વ્યવસાય અને વ્યવસાયમાં તેની સફળતાને જ ગણવામાં આવે છે. ઘણી વખત લોકો વારંવાર બિઝનેસમાં નિષ્ફળ જતા હોય છે અથવા કોઈ નોકરીમાં ટકી શકતા નથી. આવું થવાના અનેક કારણ હોઈ શકે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલાક એવા ઉપાયો આપવામાં આવ્યા છે જે કરવાથી વ્યક્તિની નોકરી ધંધાની સમસ્યાનું નિવારણ આવી શકે અને થોડી રાહત ચોક્કસથી મળી જ શકે.
મેષ
આ રાશિના લોકોએ મંગળવારે લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઇએ અને દિવસ દરમિયાન લાલ રંગની વસ્તુનો વધુ ઉપયોગ કરવો જોઇએ તથા જરૂરિયાતમંદોને ભોજન કરાવવું જોઈએ.
વૃષભ
આ રાશિના લોકોએ સોમવારે ભગવાન શિવને ખીરનો ભોગ ચડાવવો જોઈએ અને તે ખીરને પ્રસાદ તરીકે વધુમાં વધુ લોકોને આપવી જોઈએ.
મિથુન
મિથુન રાશિના જાતકોએ બુધવારે લીલા વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ અને લીલા વસ્ત્રોનું દાન કરવું જોઈએ.
કર્ક
કર્ક રાશિ ધારકોએ રોજ ચન્દ્રદેવની પૂજા કરવી જોઈએ અને સોમવારે ગરીબોને સફેદ મીઠાઈનું દાન કરવું જોઈએ.
સિંહ
સુર્યની ઉપાસના કરવાથી અને પીળા કે નારંગી રંગનો વધુ ઉપયોગ કરવાથી સિંહ રાશિના લોકોને નોકરી ધંધામાં સફળતા મળે છે.
કન્યા
કન્યા રાશિના જાતકોએ કુંવારિકાને ભોજન કરાવવું જોઈએ અને લીલા રંગના કપડાં તેને દાનમાં આપવા જોઈએ.
તુલા
ભગવાન શિવ સાથે ચન્દ્રદેવની પૂજા કરીને રોજ સવારે ઉઠીને પહેલા સફેદ રંગની ચીજ ખાવી જોઈએ.
વૃશ્ચિક
આ રાશિના જાતકોએ પોતાના હાથમાં લાલ રંગનો દોરો બાંધીને સંકલ્પ કરવો જોઈએ અને મંગળવારે પક્ષીઓને ચણ નાખવું જોઈએ.
ધન
આ રાશિના જાતકોએ ગુરૂવારે પીળા રંગના રૂમાલ કે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
મકર
મકર રાશિના લોકોએ અડદની દાળ અને વસ્ત્રોનું ગરીબોને અવારનવાર દાન કરવું જોઈએ.
કુંભ
શનિદેવની ઉપાસના કરવાથી અને ગરીબોને મદદ કરવાથી, માતાપિતાની સેવા કરવાથી કુંભ રાશિને રાહત મળે છે.
મીન
આ રાશિના જાતકોએ ગુરુવારે ઉપવાસ કરવો જોઈએ અને પીળા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ.