લો બોલો! હવે ચૂંટણીમાં એવેન્જર્સના સુપરહીરોની એન્ટ્રી: રાહુલ ગાંધી બન્યા હીરો અને મોદી બન્યા વિલન

દેશમાં ટૂંક સમયમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે, બીજી બાજુ કોરોનાના સંકટ વચ્ચે રેલી-સભાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓ સોશિયલ મીડિયા પર પ્રચાર માટે નવી નવી રીતો શોધી રહી છે. તાજેતરમાં જ પંજાબ કોંગ્રેસે એક વીડિયો ટ્વીટ કર્યો છે જે ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે આ વીડિયોમાં કોંગ્રેસે તેના નેતાઓને હોલિવૂડ મૂવી એવેન્જર્સના પાત્રોમાં પરિવર્તિત કર્યા છે અને વિપક્ષી પાર્ટીના નેતાઓને વિલન તરીકે દર્શાવ્યા છે.
કોંગ્રેસ દ્વારા ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધીને સુપર ફેમસ 'હલ્ક' બતાવવામાં આવ્યા છે, જયારે મુખ્યપ્રધાન ચરણજીત ચન્ની 'થોર' અને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિદ્ધુ 'કેપ્ટન અમેરિકા'ના અવતારમાં જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને એલિયન બતાવવામાં આવ્યા છે. કોંગ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
We will do whatever it takes to redeem our beloved state from the clutches of evil forces working against the interest of Punjab and its people. #CongressHiAyegi pic.twitter.com/6lVxqkN4VC
— Punjab Congress (@INCPunjab) January 24, 2022 ">
We will do whatever it takes to redeem our beloved state from the clutches of evil forces working against the interest of Punjab and its people. #CongressHiAyegi pic.twitter.com/6lVxqkN4VC
— Punjab Congress (@INCPunjab) January 24, 2022
દરમિયાન આ વીડિયોમાં પહેલીવાર કોંગ્રેસે સાંસદ પ્રતાપ બાજવાને મોટી ભૂમિકામાં દર્શાવ્યા છે. અત્યાર સુધી કોંગ્રેસમાં મુખ્યપ્રધાન ચહેરાની લડાઈમાં ફકત ચન્ની, સિદ્ધુ અને સુનીલ જાખર જ જોવા મળતા હતા. હવે પંજાબમાં કોંગ્રેસ મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ પ્રતાપ બાજવા પણ કોંગ્રેસની આ લડાઈમાં સામેલ હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
Comments

Vasant Joshi
January 26, 2022
It is true. Rahul can be a hero only in cartoons, as PM Modi can be a villain in cartoons. Actual fact is just the reverse. Indians know it.