પ્રજામત

કર્ણાટક રાજ્યમાં મહાભારત, રામાયણની સાથે કુરાન પણ ભણાવવામાં આવશે!?
દેશની વર્તમાન સાંપ્રદાયિક ઘટનાઓ વચ્ચે કર્ણાટકના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મંત્રીશ્રી બીસી નાગેશ જણાવે છે:
"પંચતંત્ર, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, કુરાન અને અન્ય સહિતના તમામ ધર્મોના સાર નૈતિક અભ્યાસનો હિસ્સો બનશે, એક સમિતિ દ્વારા અભ્યાસક્રમ નિર્ધારિત કરવામાં આવશે અને તે વિષયની કોઈ પરીક્ષા નહીં લેવાય. મદરેસાઓ કે અલ્પસંખ્યક સમુદાય તરફથી આ પ્રકારની કોઈ માગણી નથી કરવામાં આવેલ. વાલીઓએ અમને મદરેસાના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓની જેમ નિયમિત શિક્ષણ પ્રદાન કરવા જણાવ્યું છે, જેથી તેઓ અન્ય બાળકો સાથે પ્રતિસ્પર્ધા કરી શકે. વ્યવસાયિક અભ્યાસક્રમ અને પ્રતિયોગી પરીક્ષાઓ આપી શકે. "શાળાઓમાં પ્રારંભિક શિક્ષણ પણ અપાશે જ્યાં શિક્ષક વિશેષરૂપે મહામારી બાદની દુનિયામાં શીખવાની ગુણવત્તામાં સુધારા માટે ગીત અને નૃત્યના માધ્યમથી શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આગામી ૧ જૂનથી નિયમિત વર્ગો શરૂ થવાના છે અને વિદ્યાર્થીઓને ગૃહકાર્ય પણ ઓછું આપવામાં આવશે. "અલબત્ત, આમાં બૌદ્ધ ધર્મનો વૈજ્ઞાનિક અભિગમ હોવા છતાં તેને સામેલ કરાશે કે નહીં તેની જાહેરાત અદ્યાપિ કરવામાં આવેલ નથી.
પ્રિન્સિ કુંવરજી અને અનસૂયા બારોટ
અંધેરી (પ.)
--------
પશુઓ સમૃદ્ધ અર્થતંત્રનો પાયો છે
- પશુ રાષ્ટ્રની મૂડી છે, એનો નાશ એટલે પ્રજાની-રાષ્ટ્રની મૂડીનો નાશ.
- પશુનાશ એટલે ગામડાની સમૃદ્ધિનો નાશ.
-સમૃદ્ધ અર્થતંત્રનો પાયો સમૃદ્ધ ખેતી છે અને સમૃદ્ધ ખેતીનો પાયો સમૃદ્ધ પશુધન છે.
- ટ્રેક્ટરને બદલે બળદ આધારિત ખેતી કરવી જોઈએ.
- રાસાયણિક ખાતરની ઉપયોગિતા વિશે ફેરવિચાર કરો.
- આ ખાતર પ્રજાને આર્થિક ગુલામીમાં જકડે છે. દેશી છાણિયું ખાતર પ્રજાને આર્થિક ગુલામીમાંથી છોડાવે છે.
- પશુ આધારિત ભારતીય ખેતી વિજ્ઞાન કરીને અપનાવો.
- પશુઓની કતલ બંધ કરી એની સાથે નાતો જોડો.
- બળદો ઘટ્યા - દેશી ગાયો ઘટી એટલે દર્દો - દવાઓ વધી. રા. ખા.નો વપરાશ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સાથે સાથે હૃદયની બીમારી પણ તેજ રફતારથી વધી રહી છે. રા. ખા.થી ઉત્પન્ન થતા અનાજમાં મેગ્નેશિયમ તત્ત્વ હોતું નથી તેથી હાર્ટએટેક જેવા રોગો ખૂબ વધ્યા છે. આ માહિતી ‘હાર્ટકેર’ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. (કર્નલ) કે. એલ. ચોપડાએ થોડાં વરસો પહેલાં આપી હતી. જ્યારે કુદરતી ખાતરમાં મેગ્નેશિયમ માત્રા જળવાઈ રહેતી હતી. વૃક્ષોનાં પાન ખરીને ખેતરમાં પડે છે. આ પત્તાઓમાંથી મેગ્નેશિયમ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે. રસાયણો દ્વારા પર્યાવરણને જે નુકસાન પહોંચાડ્યું છે તેનાથી જમીન બગડી - જમીનનાં પાણી બગડ્યાં, આબોહવા બગડી, ખેત ઉત્પાદનને પોષક કીટાણુઓ નાશ પામ્યા. કેટલાંક પરંપરાગત બિયારણો નાશ પામ્યાં. કૃષિ ચીજોનું વૈવિધ્ય નાશ પામ્યું.
"ભારતની ભૂમિમાં રાસાયણિક ખાતર નાખવામાં આવે તે બિનકુદરતી છે.
સેવંતી મ. સંઘવી (થરાદ) અંધેરી-પૂર્વ.
Comments

Vasant Joshi
May 15, 2022
This organic farming craze has not been fully thought through. Resorting fully to it will not feed India's >1 billion people. Right now in Kutch animal population far exceeds suppotable level for fodder. Roaming cattle is a menace.