પ્રજામત
મહાનગર ટેલિફોન નિગમનો કોઇ રણીધણી ખરો?
મારા એક સંબંધી પાર્લા વેસ્ટમાં સિનિયર સિટિઝન પેથોલોજિસ્ટ છે. મહાનગરની લેન્ડ લાઇન સિનિયર સિટિઝન માટે લાઇફ લાઇન હોય છે. તેમનો ટેલિફોન લગભગ એકાદ વરસથી બંધ હોઇ ટેલિફોન બિલ નિયમિત આવે છે ને ભરે પણ છે. વચ્ચે પાર્લા ઇસ્ટ ટેલિફોન એક્સચેન્જમાં ફરિયાદ કરવાથી ટેમ્પરરી ચાલુ થયા પછી પાછો ડેડ થઇ જાય છે.
ગયા ચોમાસામાં બંધ થયા પછી ચાલુ કરવાનું આશ્ર્વાસન આપ્યું. રિપેર કામ માટે સ્ટાફ ઓછો કરીને આઉટ સોર્સ કરવામાં આવેલ છે. લાઇન ખરાબ હોઇ કેબલ બદલી કરવામાં આવશે એવું આશ્ર્વાસન આપ્યું.
ચોમાસા બાદ અમને કહેવામાં આવ્યું કે કેબલ બદલવાનું શક્ય નથી. ફોન સરન્ડર કરવાનું કહ્યું તો અમને કહેવામાં આવ્યું કે તમને ઠીક લાગે તેમ કરો. ઉપર ફરિયાદ કરવા માટે અમને કહેવામાં આવ્યું કે અમને ઉપરથી આ પ્રમાણે સૂચના આપવામાં આવેલ છે તે પ્રમાણે કરીએ છીએ.
તો શું મહાનગર ટેલિફોન નિગમનો કોઇ માઇ-બાપ જ નથી? નહીંતર મહાનગર ટેલિફોન નિગમનું સીધું જ ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને પ્રાઇવેટ પાર્ટીને વેચી નાખવાથી સરકારને મૂડી ઊભી થશે ને ગ્રાહકોને સારી સર્વિસ મળશે.
- શશીકાંત મહેતા, વિલે પાર્લા (પૂર્વ).
Comments

Vasant Joshi
May 12, 2022
Government run entities fall woefully short of customer service. I would advise people to vote with your feet. Ditch this non-perfuming service and opt for private sector mobile phone.