પ્રજામત
"સામાજિક પ્રસંગોમાં શૌચ વ્યવસ્થા
કોરોનાકાળના લૉકડાઉન પછી સમગ્ર સમાજમાં શુભપ્રસંગો જેવા કે લગ્નપ્રસંગો - દીક્ષા સમારંભો - સંસ્થાકીય બહુમાનો - શિબિરો જેવા અન્ય પ્રસંગો મોટા હોલ તેમ જ મોટા મેદાનોમાં મોટી સંખ્યામાં ઊજવાય છે, ત્યારે પાયાની જરૂરિયાત શૌચાલયો માટે કોઈ વિચારતું નથી. મહેમાનો મોટી સંખ્યામાં બોલાવાય છે, પરંતુ દરેક સ્થળે બે-ત્રણ ટોયલેટ અને ત્રણેક મુતરડી હોય છે ત્યારે ઘણી વાર સુધી સંગ્રહી રાખેલો પેશાબ કરતા પણ થોડી વાર લાગતી હોય છે જેથી પાછળ લાઈન લાગી જાય છે. અમુક શૌચાલયો અંધારામાં હોય છે તો અમુકમાં ૮થી ૧૦ પગથિયાં ચડીને જવું પડે છે એટલે અમુક મહેમાનો જતા નથી, જેના લીધે કિડની જેવા રોગોનું ઈન્ફેક્શન લાગુ પડે છે, જેની કોઈને ખબર પડતી નથી.
આથી સમગ્ર સમાજનાં આયોજકોને વાડી અને મેદાન માલિકોને નમ્ર વિનંતી કે હવે તો પોર્ટેબલ શૌચાલયો એસીને ટક્કર મારે તેવા હવા-ઉજાસવાળા આવે છે, જે ડેકોરેશનવાળાને કહે તો સુંદર રીતે ગોઠવી આપે છે. યજમાનોને ખાસ વિનંતી કે આ વાત ઉપર ખાસ ધ્યાન આપી આપના શુભપ્રસંગોમાં સૌનું સ્વાસ્થ્ય સુંદર રહે એની કાળજી કરશો એવી અભિલાષા.
- વસંતલાલ ગડા, કાંદિવલી (વેસ્ટ)
------
પ્રાણીઓ પ્રત્યે સંવેદના
બોરીવલી ઈસ્ટના ૧ નંબરના પ્લેટફોર્મ ઉપર ઋષિવનથી આવ્યો. જોયું તો પાંચ કૂતરા ત્યાં એકબાજુ સૂંઘતા આમતેમ આટા મારતા હતા. સખત ગરમી - તડકો - તાપમાન હાઈ હતું ૩૯ ડીગ્રી - મારી પાસે પાણીની બોટલ હતી, પણ સાથે ટબ કે કંઈ ન હતું. મેં મારી પાણીની બોટલ ત્યાં નીચે ઢોળી તો કૂતરા પાંચેપાંચ પાણી ચાટવા લાગ્યા - કેવી ભૂંડી છે પ્યાસ, શું કરી શકીએ એમ નથી કાંઈક કરી શકીએ એક પાણીનું વાસણ - ટબમાં મૂંગા જીવોને પાણી પાઈ ન શકીએ - ઠંડા પીણા - બિસ્લેરી ગટગટાવતો માનવ હૃદયથી વિચારી દયાભાવ રાખી દરેક જગ્યાએ પાણીની વ્યવસ્થા કરી શકે, પૈસાની જરૂર નથી પડતી. સેવાનો ભાવ હોવો જોઈએ.
કોઈ કોઈ જીવ જાગૃત થશે તો મારી સંવેદના સાર્થક-સફળ.
- ધનસુખભાઈ મહેતા
કાંદિવલી (ઈસ્ટ)