પ્રજામત
આચાર્યના ઘરે પ્રશ્ર્નપત્ર રાખવા અંગે વિરોધ
ભાવનગરની એક સરકારી શાળામાં ધોરણ ૬થી ૮ના પ્રશ્ર્નપત્ર ચોરાયાની ઘટના શુક્રવાર, તા. ૨૨-૪-૨૨ના બની હતી, જેના તાત્કાલિક બાદ ધોરણ ૭ની પરીક્ષા અટકાવી દેવાઈ હતી, ત્યારે ગુજરાતનો શિક્ષણ વિભાગ પુન: એકવાર વિવાદમાં સપડાયેલ છે. આવામાં પ્રાથમિક શાળાના પ્રશ્ર્નપત્રો મુખ્ય શિક્ષકના ઘરે રાખવા અંગે લેવાયેલ નિર્ણયનો વિરોધ કરાયેલ છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નિર્ણય સંદર્ભે નીચે પ્રમાણે વિરોધ કરેલ છે.
(૧) ધોરણ ૭ની પરીક્ષાના પ્રશ્ર્નપત્રો ચોરી થતાં પરીક્ષા સ્થગિત કરાયા બાદ કેટલાક નિર્ણયો ઉતાવળે લેવાયેલ. (૨) પરીક્ષા પૂર્વે આચાર્ય કે મુખ્ય શિક્ષક પ્રશ્ર્નપત્ર પોતાના ઘરથી લઈને નીકળે એ અયોગ્ય કહેવાય. (૩) મુખ્ય શિક્ષક માટે મુશ્કેલી સર્જી શકે. (૪) આ વ્યવસ્થા મુ.શિ. માટે હેરાનગતિરૂપ અને અવ્યવહારુ લાગી રહેલ છે. (૫) એકાદ આકસ્મિક ઘટના બાદ સરકારશ્રીએ લીધેલ નિર્ણય અંગે પુન: વિચારણા કરવા માંગ કરાઈ છે. (૬) અગાઉની જેમ જિલ્લાકક્ષાએ પરીક્ષાના પેપર તૈયાર કરવાની વિચારણા કરી અગાઉની પદ્ધતિ મુજબ પરીક્ષા લેવાનો મત પ્રસ્તુત કરવામાં આવે.
આચાર્યશ્રીના ઘરે પ્રશ્ર્નપત્ર રાખવાના નિર્ણયનો અમે પણ સંપૂર્ણ વિરોધ પ્રગટ કરીએ છીયે અને તેના અનુસંધાનમાં રવિવાર, ૧૭-૪-૨૨ મું.સ.ના પૃષ્ઠક્રમાંક પાંચ પર, શિક્ષણવિદ્ અભિમન્યુ મોદીનો "નવી શિક્ષણ નીતિના મુખ્ય મુદ્દાઓ માર્ગદર્શન કાજે પેશ કરીયે છીયે.
"હવે ધોરણ ત્રણ, ધોરણ પાંચ અને ધોરણ આઠની પરીક્ષા કોઈ ઓથોરિટી બોડી જેમ કે શિક્ષણખાતું કે બોર્ડ લેશે, સ્કૂલ પોતાની જાતે નહીં લઈ શકે.
આશા છે શિક્ષણ મંત્રી મહોદય જીતુ વાઘાણી સર ઉપરોક્ત વિગતને કાર્યાન્વિત કરવા ચક્રો ગતિમાન કરશે કે?
પ્રિન્સિ. કુંવરજી અને અનસૂયા બારોટ, અંધેરી (પ.)
------
મુંબઈ સમાચારનો સંદેશ
મૂંગે મોંઢે સેવા કરો,
બત્રીસ લક્ષણો ધરાવો,
ઈમાનદારી બતાવો,
સત્યની રાહ દેખાડો,
માણસાઈના દીવા પ્રગટાવો,
ચાતુર્ય અને બહાદુરી બતાવો,
રસ્તો નેકીનો બતાવો.
શાપુર સ્યાવક્ષશાહ ખંધાડિયા
બોરીવલી (પ.)