કવિ અને સમાજ

આજે આટલું જ -શોભિત દેસાઈ
કયાં કશું પણ કરે છે બહેકીને ?!
કોઇ નાનમ નથી વિવેકીને...
એકલો થઇ ગયો સુંઘાઇને
શું મળ્યું ’તું કવિને મહેકીને?
એ સમય હતો ૧૯૭૪થી ૧૯૭૯નો... મારી કવિ તરીકેની ઉંમરની શિશુવયનો, પા પા પગલીનો, પડવા આખડવાનો, તોતલી ભાષા બોલવાનો : મનમાં કવિ હોવાનું ભરપૂર ગૌરવ અને ઉફરા ચાલવાનો મદ પણ ખરો. બેફામ બેફામ બેફામનો તબક્કો પૂરો કરીને મરીઝ, શૂન્ય, મનોજ, આદિલ, સૈફ, કૈલાસ અને અન્ય કવિઓ તેમ જ સુરેશ જોશીના પદ્યાન્વિત ગદ્યના અમૃતતુલ્ય ટીપાંનું રોજ સેવન કરવાનો એ દૌર... અને જે દિવસે કે દિવસો પછી ગઝલ જન્મે ત્યારે તો પારો ઔર ઉપર, ઔર ઉપર, શર્ટ અને ખમ્મીસ પરવડે એમ હતા છતાંય ઝભ્ભો અને ઝોળો ખાદીનો, સ્વીકારી લીધેલા. ને મળેલા આવા કવિના અસ્તિત્વ સંદર્ભમાં ઉચ્છ્ખલ દોરમાં અમદાવાદમાં ૪૩ વર્ષ પહેલાં એક ‘મોટા ઘરે’ કાવ્યાવાંચન ગોઠવાયું. અમદાવાદની, મુખ્ય પ્રધાનને બાદ કરતાં બધી જ મોટી હસ્તીઓ હાજર ત્યાં. અને શોભિત દેસાઇ પણ જે ચગ્યો છે... જે ચગ્યો છે એ દિવસે... મનમાં એક જ વાત : ‘આજે પૂરેપૂરી ઠજ્ઞિવિં સમજાઇ મને મારી... આ બધી રાષ્ટ્રીય પ્રતિભાઓ મારાથી આટલી બધી અંજાઇ ગઇ છે?! હે વાગિશ્ર્વરી! તારો લાખ લાખ આભાર...’ કાર્યક્રમ આટોપાઇ ગયો. હું ખૂણે ઊભો રાહ જોઉં છું કે હમણાં આમાંથી કોઇ અતિ આનંદપૂર્વક મને ગાડીમાં બેસાડીને રાયખડ દરવાજા મારા રહેઠાણે લઇ જશે. એક પછી એક મોટા ઘરનો માલિક મને નમસ્તે કરી, મારી સાથે હાથ મિલાવી, ‘જરૂર મળજો’નું પરચૂરણ નાંખી લઇ રહ્યો છે વિદાય. ‘કયાં જવું છે?’ ‘ચાલો તમને મૂકી દઇએ,’ ‘આવી જાવ.’ સાંભળવા બેતાબ મારા કાનને ઘોર સન્નાટામાં સબડતા મૂકીને એક પછી એક ગાડી પસાર થાય છે અને મનમાં સતત એક વાત સતત ઘુમરાયા કરે છે કે વાગિશ્ર્વરીને ભૂલી જઉં? કે એની સાથે લક્ષ્મી પ્રસન્નોસ્તુના જાપ પણ ચાલુ કરું!!!
આટલા વર્ષોમાં ઘણી ગાડીઓ બદલી. નોકરી-ધંધા બદલ્યા. રાજકારણથી લઇને ઉદ્યોગ, કલા કારીગરીથી લઇને સામાજિક મૂલ્યો સાથે સંકળાયેલા યદ્વાતદ્વા ક્ષેત્રના સૌથી ઊંચી પાયરીના લોકોને મળ્યો આ વર્ષોમાં. થોડા વખત પછી એમના નિકટના સ્નેહી પાસેથી હમણાં ‘શોભિત દેસાઇને મળાયું. ખૂબ આનંદ થયો.’ પણ સાંભળ્યું. પણ ૨૫ દિવસ પહેલાં પેલો અનુભવ પાછો યિાયફિં થયો. ગાડી લીધા વગર એક કાર્યક્રમમાં ગયો’તો. કાર્યક્રમ -ભોજન પતાવી ીબયિ ની રાહ જોતા બહાર હજુ તો ઊભો’તો અને એક ભાઇ-બહેન મને પૂછે: ‘કયાં જવું છે?’ ‘ખાર.’ ‘મારે માટુંગા પણ તમને મૂકીને જઇશ.’ ઘાટકોપરથી કુર્લા આવ્યા અને ઇદનું ગાંડપણ અને મુસ્લિમ ઢજ્ઞીવિંનું બશસયત ઉપરનું ગાંડુ-વિવેકહીન, બેરોકટોક પાગલપન અનુભવ્યું. અંદરોઅંદર જાતને કોસ્યા કરું. ‘કયાં આ ભાઇને તકલીફ આપી.... ીબયિ જ સારી હતી. અને ભાઇ જાણે મારી અંદર ચાલતી ભાષા વાંચી / સાંભળી શકતા હોય એમ મને દિલાસો આપે?! ‘થોડી વારમાં આ બધું વિખેરાઇ જશે. અરે! આપણે ૧૫-૨૦ મિનિટમાં તો ઘરે... તમારા..’ ન માનવાવાળો હું તે દિવસે તો અંદરથી ‘કોઇક’ને પ્રાર્થના કરતો હતો ‘એમને તકલીફ ન પહોંચાડ વધુ અને જલદી આ વસ્તીવધારામાંથી બહાર કાઢ.’ અને પ્રાર્થના પહોંચી, ન માનનારાની પ્રાર્થના પહોંચી અને પાંચમી મિનિટે ૩ કલાક સુધી બહાર ન નીકળી શકાય એવા પ્રલયકારી હુજુમમાંથી અમે બહાર!! તમે એમ માનો છો કે મારી પ્રાર્થના પહોંચી? ના, મારા સારથીની અવસ્થાની ઉપર ઉપરવાળાની કરુણા વરસી...
હું ગદગદ્ મારા દરવાજે ઉતરું છું, વિચારતાં કે આ એ જ સમાજ છે જે ૪૪ વરસ પહેલાં અમદાવાદમાં હતો? સમાજ મને હા પાડે છે અને કહે છે ‘હું ય બદલાયો છું આટલા વર્ષોમાં,’ મારાથી બોલાતું નથી મહેશભાઇ શાહ નામના દેવદૂતથી છૂટા પડતી વખતે... પણ મહેશભાઇ હસ્તધૂનન કરતી વખતે એમના હાથ પર એક ખારું ટીપું પડેલું અનુભવે છે.
આજે આટલું જ...