સંસદ-વિધાનસભા પવિત્ર સ્થળો છે, ત્યાં ગેરવર્તનને કોઇ સ્થાન નથી: સુપ્રીમ
નવી દિલ્હી: સંસદ અને રાજ્યોની વિધાનસભાઓને ‘પવિત્ર સ્થળો’ તરીકે ગણવા જોઇએ અને ત્યાં ધાંધલ ધમાલને કોઇ સ્થાન નથી તેવું સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું. સભ્યો મુત્સદ્દીગીરી દર્શાવે અને હોહા-ધાંધલ ધમાલના માર્ગે નહીં જવું જોઇએ તેવું કોર્ટે કહ્યું હતું. નિર્ધારિત કામકાજ ગૃહમાં પૂરું થઇ શક્યું નથી અને રચનાત્મક અથવા શિક્ષણાત્મક ડિબેટના સ્થાને ધાંધલ ધમાલ થતી હોય છે તેવું સાંભળવું હવે સામાન્ય બની ગયું છે. સામાન્ય માનવીમાં આવી છાપ પડી રહી છે તેવું ખંડપીઠે કહ્યું હતું.