મહેશ બાબૂને સુનિલ શેટ્ટીનો વળતો જવાબ! કહ્યું બાપ હંમેશા બાપ હી હોતા હૈ

છેલ્લા કેટલાક દિવસથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સાઉથ અને બોલીવૂડ ઈન્ડસ્ટ્રી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પહેલા અજય દેવગણ અને કિચ્ચા સુદીપ વચ્ચે સોશિયલ મીડિયા પર હિન્દી ભાષાને લઇને વિવાદ થયો હતો. એ પછી સાઉથ સ્ટાર મહેશ બાબૂએ હિન્દી ફિલ્મો અને બોલીવૂડને લઇને નિવેદન આપ્યું હતું.
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુએએ કહ્યું હતું કે તે હિન્દી ફિલ્મોમાં કામ કરીને તેનો સમય બરબાદ કરવા ઇચ્છતો નથી અને બોલીવૂડ તેને એફોર્ડ નહીં કરી શકે. મહેશ બાબૂના આ નિવેદન બાદ સોશિયલ મીડિયાપર ફરી વિવાદનો મધપૂડો છંછેડાઈ ગયો છે અને અનેક સેલિબ્રિટીઝ તેના પર રિએક્ટ કરી રહ્યા છે. હવે સુનીલ શેટ્ટીએ પણ મહેશ બાબૂને વળતો જવાબ આપ્યો છે.
સુનીલ શેટ્ટીએ આ અંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને લાગે છે કે બોલીવૂડ વર્સિઝ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સીન સોશિયલ મીડિયા પર ક્રિએટ કરવામાં આવ્યો છે. બધા ભારતીયો છે અને જો ડિજિટલ પ્લેટફોર્મની વાત કરવામાં આવે તો ત્યાં ભાષા નહીં ફકત કન્ટેન્ટ મેટર કરે છે.
સત્ય તો એ છે કે હવે દર્શકો નિર્ણય લઇ રહ્યા છે કે તેમને શું જોવું છે. આપણી સમસ્યા એ છે કે આપણે દર્શકોને ભૂલી ગયા છીએ. સિનેમા હોય કે OTT બાપ હંમેશા બાપ જ રહે છે. બોલીવૂડ હંમેશા બોલીવૂડ જ રહેશે