રાષ્ટ્રગીત દરમિયાન વિરાટ કોહલીએ એવુ કૃત્ય કર્યુ કે લોકો થઇ ગયા નારાજ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહી ચૂકેલા વિરાટ કોહલીને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વિરાટ કોહલીના આ કૃત્યને લઇને લોકો તેના પર ગુસ્સે થઈ રહ્યા છે. સાઉથ આફ્રિકા સામેની ત્રીજી વનડે પહેલા રાષ્ટ્રગીત દરમિયાન વિરાટ કોહલી ચિંગમ ચાવતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીનુ આ કૃત્ય કેમેરામાં કેદ થઇ જતા ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Virat Kohli Chewing gum during National Anthem is highly disrespectful. pic.twitter.com/MADtYS2c9u
— Karamjot Singh (Faridkot) (@Karamjot_Singh1) January 23, 2022 ">
Virat Kohli Chewing gum during National Anthem is highly disrespectful. pic.twitter.com/MADtYS2c9u
— Karamjot Singh (Faridkot) (@Karamjot_Singh1) January 23, 2022
રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કર્યો હતો. આ શ્રેણી સાથે વિરાટ કોહલીએ રમતના તમામ ફોર્મેટમાં કેપ્ટનશિપ છોડી દીધી છે. કેપ્ટનશિપની જવાબદારીમાંથી મુક્ત થયા પછી પ્રશંસકોને વિરાટનું આ પ્રકારનું વલણ પસંદ આવ્યું નથી. વિરાટ કોહલીની આ ભૂલથી પ્રશંશકો અને તેના ટીકાકારો નારાજ થયા છે. કેટલાક લોકોએ તો BCCI પાસે વિરાટ કોહલી વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગી કરી છે.