દેશમાં કોવિડ-૧૯થી વધુ ૬૨૭નાં મોત
નવી દિલ્હી: આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે આઠ વાગ્યે આપેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોવિડ-૧૯ના નવા ૨,૫૧,૨૦૯ દરદી નોંધાયા હતા અને ૬૨૭નાં મોત થયાં હતાં.
દેશમાં કોવિડ-૧૯ના અત્યાર સુધીમાં નોંધાયેલા દરદીઓની સંખ્યા વધીને ૪.૦૬ કરોડથી વધુ થઇ હતી અને મરણાંક ૪,૯૨,૩૨૭ થયો હતો.
દેશમાં કોવિડ-૧૯ના ઍક્ટિવ કેસ ૯૬,૮૬૧ ઘટીને ૨૧,૦૫,૬૧૧ થયા હતા.
દેશમાં કોવિડ-૧૯ના ચેપથી સાજા થયેલા દરદીઓની ટકાવારી વધીને ૯૩.૬૦ ટકા થઇ હતી.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોવિડ-૧૯ને લગતો દૈનિક પૉઝિટિવિટી રૅટ ૧૫.૮૮ ટકા અને સાપ્તાહિક પૉઝિટિવિટી રૅટ ૧૭.૪૭ ટકા નોંધાયો હતો.
દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ સામેની રસીના ૧૬૪.૪૪ કરોડ ડૉઝ અપાયા હતા. (એજન્સી)ઉ