મહારાષ્ટ્ર એનસીસી ડિરેક્ટરેટે પીએમ બૅનર જીત્યું
નવી દિલ્હી: નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી), મહારાષ્ટ્ર ડિરેક્ટરેટે રિપબ્લિક ડે કેમ્પ ખાતે પ્રાઇમ મિનિસ્ટર્સ બેનર જીતી લીધું હતું એમ શુક્રવારે કેન્દ્રીય રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું. આ અગાઉ આવું બહુમાન મહારાષ્ટ્ર રાજ્યે ૨૦૧૪માં મેળવ્યું હતું.
કરિઅપ્પા ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે યોજાયેલી રેલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ અમૂલ્ય પીએમ બૅનર મેજર જનરલ વાય.પી. ખંડૂરી, એડિશનલ ડિરેક્ટર જનરલ, એનસીસી ડિરેક્ટરેટ, મહારાષ્ટ્રને સોંપ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ સિદ્ધિને બિરદાવતા કહ્યું હતું કે મહારાષ્ટ્રે પોતાની ધજા દિલ્હીમાં ફરકાવી બતાવી.