લુમિનસ લગ્ાૂન - ચળકતા પાણીમાં એક ડૂબકી...

અરાઉન્ડ ધ વર્લ્ડ - પ્રતીક્ષા થાનકી
ફરી પાછી કોવિડની લહેર એવી વિચિત્ર પરિસ્થિતિ લાવીન્ો બ્ોસી ગઈ છે કે ભવિષ્યનો, ખાસ કરીન્ો કોઈ પણ પ્રકારના પ્રવાસનો પ્લાન કરવો કે નહીં ત્ો પ્રશ્ર્ન પાછો આવી ગયો છે. જોકે આ પ્રશ્ર્ન આમ તો પ્રિવિલેજ જ કહેવાય. ત્ોમાંય બિનજરૂરી પ્રવાસ જો કેન્સલ થઈ શકે ત્ોમ હોય તો ગમે ત્ોમ કરીન્ો બહાર નીકળવું જ એ આગ્રહ ન રાખવામાં ઘણું શાણપણ છે. બીજી તરફ લોકોન્ો કામધંધા માટે તો બહાર નીકળવું જ રહૃાું. એવામાં આ પ્ોન્ડેમિકના બ્રેકમાં જમૈકાનાં લોકોનું મોઢું પ્ોન્ડેમિકનું નામ લેતાં જ પડી જતું હતું. દુનિયાભરમાં એ જ મામલો છે. ૨૦૨૦માં જે ખાડો પડ્યો ત્ો ૨૦૨૧માં માંડમાંડ ફરી લાઇન પર આવી રહૃાો હતો, પણ ફરી ૨૦૨૨ તો આવી ગયું, લૉકડાઉનનો અલગ પ્રકાર દુનિયાન્ો ફરી અનુભવવા મળી રહૃાો છે. હવે તો કોરોના આર્કિટેક્ચર, આર્ટ અન્ો ટ્રાવેલ પર લોંગટર્મ ઇફેક્ટ છોડીન્ો જાય ત્ોમ છે. જોકે ૨૦૨૧ના નવેમ્બરમાં જે મોકો મળ્યો ત્ોમાં જમૈકાનો ટૂરિસ્ટ કોરિડોર જે પણ અલાઉ કરતો હતો ત્ો બધું અમે માણીન્ો આવ્યાં. બીજું જે કંઈ પણ હોય, કોરોના પછી ફરવા મળે તો આ ફરી કરવા મળે કે નહીં ત્ો વિચાર સાથે જાણે વધુ મજા આવે છે.
લુમિનસ લગ્ાૂન તરફ જતી બસમાં એ જ ચર્ચા થઈ રહી હતી કે હવે કોઈ સ્થળની મુલાકાત લેતી વખત્ો અહીં ફરી ક્યારેક આવીશું ત્યારના પ્લાન મગજમાં નથી આવતા. ડન્ન વોટરફોલમાં જરા વધારે પડતા જલસા કરી લીધેલા. એ પણ નક્કી હતું કે આ અનોખા ધોધ પર અમે ફરી કદી નથી જવાનાં. ત્યાંથી કલાકના અંતરે હવે અમે લુમિનસ લગ્ાૂનમાં ફરી પાણીમાં ડૂબકી મારવાનાં હતાં, અન્ો ત્ોના માટે અંધારું થવું જરૂરી હતું. આ બાયોલુમિન્ોસ્ોન્ટ બીચ પણ જમૈકા સિવાય બીજી ત્રણ જગ્યાએ છે. ત્યાં પાણીમાં હિલચાલ થતાં પાણી જ પ્રકાશિત થઈ ઊઠે છે. આ કોનસ્ોપ્ટ સાંભળીન્ો જ મજા આવી જાય છે, અન્ો ખરેખર ત્ો જોવા મળવાનું પણ નોર્ધર્ન લાઇટ્સ જોવા જેટલું જ અનોખું છે.
આ લગ્ાૂનમાં આમ તો બોટ લઈન્ો નીકળી પડવાનું પણ શક્ય છે, પણ અમે તો ફિક્સ કરેલી ટૂર બસ સાથે આવેલાં, એટલે અમન્ો એક રેસ્ટૉરાં પર લઈ જવામાં આવ્યાં. ત્યાં પહેલાં એક ટ્રાઇબલ ડાન્સ જોવા મળ્યો. એક તરફ ત્ો જોવાની ઇચ્છા તો હતી અન્ો મજા પણ આવતી હતી, બીજી તરફ ડન્ન વોટરફોલની હાઇક પછી બધાં થોડાં થાકેલાં હતાં. અમન્ો એમ કે અહીં આવીન્ો સીધાં બોટ પર સવાર થઈ ચમકતો લગ્ાૂન જોવા મળી જશે અન્ો અમે રિસોર્ટ ભેગાં થઈ જઇશું, પણ આ રેસ્ટૉરાં પર અમારી આગળવાળી બોટ પાછી આવે, પછી ત્ો સ્ોનિટાઇઝ થાય, પછી અમે ત્ોમાં જવાનાં હતાં. ત્યાં સુધી અમારા માટે મનોરંજન અન્ો વેલકમ ડ્રિંકની વ્યવસ્થા હતી.
ત્ો ટ્રાઇબલ ડાન્સમાં પણ એક જમૈકન ડાન્સર એવી રીત્ો લિમ્બો ડાન્સ કરતો હતો કે સસ્પ્ોન્સ ફિલ્મ જેવો થ્રિલિંગ માહોલ બની ગયેલો. ત્ોણે એક પોલ પર આગ લગાડીન્ો ત્ોની નીચેથી નીકળતો, દર થોડી મિનિટે પોલ વધુ નીચો કરી દેતો. ત્ોન્ો જોવામાં અમે એવાં મશગ્ાૂલ થઈ ગયાં કે અમન્ો બોટ પર જવાનો ટાઇમ થઈ ગયો છે ત્ો માટે માણસ્ો બીજી વાર બોલાવવા આવવું પડ્યું.
ફોલમુથ પોર્ટ આસપાસનો આ વિસ્તાર હાલમાં તો ટૂરિસ્ટ સ્પોટ જ બનીન્ો રહી ગયો છે. એક જમાનામાં અહીં જમૈકાની ખાંડન્ો લઈ જવા માટે અંગ્રેજોએ આ પોર્ટ ખાસ બંધાવ્યું હતું. એ જ સમય દરમ્યાન ૧૮મી અન્ો ૧૯મી સદીમાં વિજ્ઞાનના વિકાસ સાથે એ પણ સમજાયેલું કે ખાસ આ લગ્ાૂનમાં એવાં માઇક્રોઓર્ગ્ોનિઝમ છે જેના પર વર્ષો સુધી અભ્યાસ થઈ શકે. સાંભળવામાં તો એમ પણ આવ્યું હતું કે અહીં હિલચાલ સાથે જે લાઇટ પાણીમાંથી આવે છે, ત્ોમાં ક્યારેક તો અંદરની માછલીઓની આઉટલાઇન પણ જોવા મળી જાય છે. અમારા માટે આ બોટ રાઇડ પહેલાં બગ રિપ્ોલન્ટ લગાવીન્ો જવાનું ફરજિયાત હતું. ગાઇડ બોટન્ો માંડ દસ મિનિટ જેટલું પાણીમાં અંદર લઈ ગયો અન્ો હજી ત્યાંથી કિનારો અન્ો રેસ્ટૉરાં પણ દેખાતાં હતાં.
લુમિનસ લગ્ાૂનના અમે ઘણા વીડિયો અન્ો ફોટોગ્રાફ્સ જોયા હતા. ખરો અનુભવ જરા ઓછો ચમકીલો લાગ્યો. કદાચ એટલા માટે પણ હોઈ શકે કે અમારી બોટ પાણીમાં ખાસ દૂર સુધી નહોતી ગઈ, એટલે કિનારાની લાઇટોના કારણે પાણીની લાઈટ ઝાંખી પડી જતી હતી. વળી ગાઇડે એ પણ કહૃાું કે આ પાણીન્ો ચમકાવતો બ્ોક્ટેરિયા ખારા પાણીમાં હોય છે, આ લગ્ાૂનના વિસ્તારમાં ગઈ રાત્ો વરસાદ પડ્યો હતો ત્ોના કારણે મીઠું પાણી પણ હતું અન્ો ત્ોના કારણે બધા પાણીમાં પડ્યા પછી પ્રકાશ ઘણો ઝાંખો લાગતો હતો. ત્ોમ છતાંય એક વાત તો નક્કી હતી. આ નોર્મલ લગ્ાૂન ન હતો. વળી ગાઇડે તો એમ પણ ચડાવ્યાં કે અહીંના પાણીમાં ડૂબકી મારવાથી સ્કીન પ્રોબ્લેમો દૂર થઈ જાય છે અન્ો ઘણી બીજી બીમારીઓનું નિવારણ આવી જાય છે. સ્થાનિક લોકવાયકાઓન્ો માન આપીન્ો અમે બધાં ત્યાં મજાનો સમય વિતાવ્યો. જોકે અમન્ો એ પણ સાંભળવા મળ્યું કે દર સાંજે લાઇટનું ત્ોજ અલગ સ્તરનું હોય છે. અમારા ગ્રુપમાંથી ભૂષણ અન્ો ત્ોનો પરિવાર અહીં બીજી વાર આવેલાં. ત્ોમણે પણ એ જ વાત કહી. લુમિનસ લગ્ાૂન જવા મળ્યું એ જ મોટી વાત હતી. ત્યાં મિત્રો સાથે એટલી મજા કરી હતી કે લાઇટ ઝાંખી હોવાનું પછી જરાય મહત્ત્વનું ન લાગ્યું. બધાં પાછાં પલળી ગયેલાં. ફરી એસી બસમાં રિસોર્ટ સુધી પહોંચવામાં ઠૂંઠવાઈ પણ ગયાં. જોકે આખો દિવસ એવો ભરચક રહેલો કે એક જ દિવસમાં બ્ો જૂજ સાઇટ જોઈ હોવાનું, ત્ો પણ કોરોનાકાળમાં કોઈ પ્રિવિલેજથી કમ નહોતું લાગતું. હજી તો બોબ મારલેનું ઘર જોવાનું બાકી હતું.