કિંગ્સ્ટન: જમૈકાનો વાસ્તવિક ચહેરો...

અરાઉન્ડધવર્લ્ડ - પ્રતીક્ષા થાનકી
હજી તો પેન્ડેમિકના અંતની વાતો ચાલુ જ થઈ હતી અને ફરી પાછું ભારત યુરોપના દેશો માટે હાઇ રિસ્ક લિસ્ટ પર મૂકી દેવામાં આવ્યું છે. ક્યારે કયા દેશમાં જવા માટે કયો ટેસ્ટ કરાવવાનો છે તેની સ્પષ્ટતા કરવાનો સમય હવે અલગથી ફાળવવો જરૂરી બની ગયો છે. એવામાં હજી માન્યામાં નથી આવતું કે મિડલ ઓફ પેન્ડેમિકમાં અમે જમૈકા જઈને સરળતાથી પાછાં પણ આવી ગયાં. છેલ્લાં થોડાં અઠવાડિયાંમાં યુકેનું સાવ માસ્કનો નિયમ પણ એક બાજુ મૂકી દેવાનું અન્ો ભારતના અઢળક નિયમો વચ્ચે પ્રવાસનાં આયોજનો ફરી થોડાં ડામાડોળ થવા લાગ્યાં છે. છતાંય જર્મનીમાં, ગ્રીસમાં અને કનેરી ટાપુ પર જવાના વિચારો થઈ જ રહ્યા છે. આ વર્ષે કોવિડ નિયમો વચ્ચે ક્યાં જઈ શકાય તેમ છે તેનું લિસ્ટ બની જ રહ્યું છે. જમૈકામાં પણ અમારું અલગ લિસ્ટ હતું. બસ, એ લિસ્ટ નોર્મલ સમય કરતાં પ્રમાણમાં નાનું હતું. અમે સ્થાનિક વિસ્તારોની માર્કેટમાંથી પસાર થતાં પણ ત્યાં ઊભાં રહીને દુકાનોમાં બ્રાઉઝ કરવાનું, સ્થાનિક લારીઓ પર ઉજાણી કરવાનું કાયદાનો ભંગ કરવા બરાબર હતું.
અમે બોબ મારલે હાઉસથી ફરી મિની બસમાં ભરાઈ કિંગ્સ્ટન શહેરનું ચક્કર મારવા નીકળ્યાં. અહીં ગાઇડે અમને ખાસ જણાવેલું કે અહીં બસની બહાર નીકળો તો પણ સેફ્ટીનું ખાસ ધ્યાન રાખજો. કોઈ પર્સ લઈને કે ચેઇન સ્નેચ કરીને જતું રહે તેવું પણ બની શકે. હવે એવામાં એક વ્યુવાળી જગ્યાએ આસપાસમાં કોઈ ન હતું, અને અમારી ટોળકીને ગ્રુપ ફોટો પાડવાનું મન થયું. બધાં રોકાયાં, નીચે ઊતર્યાં અને ફોટા માટે એક પાળીની આસપાસ ગોઠવાયાં, પાછળ દરિયો અને પામનાં વૃક્ષો હતાં, દૂર દૂર સુધી કોઈ માણસ નહોતો દેખાતો, પણ અચાનક જ થોડે દૂરથી પાળીની પાછળથી એક હોમલેસ જેવો દેખાતો માણસ, માસ્ક વિના, હાથમાં બિયર લઈને અમારી પાસે આવીને ‘જમૈકા નો પ્રોબ્લેમ’ અને ‘યા મોન’ સાથે વાત કરવાનું શરૂ કર્યું. તે અમારા ફોટામાં પણ ઘૂસી ગયો. તે ઓલમોસ્ટ અમને વળગવા આવતો હોય તેવું લાગ્યું, ત્યાં અમારી ગાઇડ એલર્ટ થઈ ગઈ અને અમને બધાને ફટાફટ બસમાં ભરી દીધાં. અમે ડેવન હાઉસ તરફ જઈ રહ્યાં હતાં. કિંગ્સ્ટનન્ો કયા શહેર સાથે સરખાવી શકાય ત્ો નક્કી નહોતું કરી શકાતું. અહીં જ ઘણી ક્રિકેટ મેચ પણ યોજાય છે અન્ો ફૂટબોલ મેચ પણ. ગાઇડ ફરી પાછી અમને કિંગ્સ્ટનના સબર્બમાંથી પસાર થતી વખતે ત્યાંનું સ્ટાન્ડર્ડ વિકિપીડિયા પ્રકારનું માહિતીનું ચેકલિસ્ટ આપી રહી હતી, પણ પેલા વિચિત્ર સ્થાનિક માણસના અનુભવ પછી અમે તેને રિક્વેસ્ટ કરી કે ખરેખર કિંગ્સ્ટનની લાઇફ કેવી છે, અહીંનું કલ્ચર શું છે તેના વિષે વાત કર, અને તેણે એક અત્યંત રસપ્રદ વાતથી શરૂઆત કરી.
રસ્તામાં છેલ્લા ઘણા દિવસોથી અડધાં બાંધેલાં ઘરો જોવા મળતાં હતાં. અમારી ગાઇડ ઇરીએ કહ્યું કે અહીં લોકો ઘર બાંધવાનું ચાલુ કરે ત્યારે બાંધકામ પૂરું થાય તે પહેલાં જ અંદર રહેવાનું ચાલુ કરી દે છે. અહીં જેમ પૈસા આવે કે સમય મળે તે રીતે બાંધકામ ચલાવે છે. તે પછી તો અમે જોયું કે ક્યાંક બાલ્કનીનું બાંધકામ વર્ષોથી અધૂરું પડેલું છે, ક્યાંક ઉપરના માળ માટે સળિયા લગાવેલા છે, ક્યાંક માત્ર એક જ માળમાં પ્લાસ્ટર કે કલર વિના લોકોએ રહેવાનું ચાલુ કરી દીધું છે. કિંગ્સ્ટનના સાધારણ વિસ્તારોમાં લોકોના વાસ્તવિક જીવનની વાર્તા જાણે તેમનાં ઘરોનાં માળખાંમાં વાંચતાં વાંચતાં અમે ખરું જમૈકા અનુભવતા હોઇએ તેવું લાગતું હતું.
ઇરીએ એક વાર વાતો ચાલુ કરી પછી તો અમે જાણે જમૈકામાં જ મોટાં થયાં હોઇએ એટલી બધી જાણકારી પામી ગયાં. તેના ગ્રાન્ડ પેરેન્ટ્સ પ્લાન્ટેશન પર ગુલામી કરતા હતા અને કેળાંનાં પ્લાન્ટેશન પર ગુલામો ભેગા થઈને ગીતો ગાતાં અન્ો આખી આખી રાત કામ કરતાં. તેમાંથી કયાં ગીતો આવ્યાં છે અને કઈ રીતે જમૈકાનું સ્થાનિક સંગીત રચાયું છે તે પણ જાણવા મળ્યું. તે પછી તો તેણે પાતાની દાદીનું મનપસંદ ગીત પણ ગાઈને સંભળાવ્યું. અડધું અંગ્રેજી અને અડધું સ્થાનિક ભાષા કાટવામાં લખાયેલું આ ગીત પણ જાણે જમૈકન ઓરલ ટ્રેડિશનલ હિસ્ટ્રીનો અતૂટ ભાગ હોય તેવું લાગતું હતું. તે ગીત હજી આજે પણ ગણગણતાં જમૈકન લોકોએ સહન કરેલા અત્યાચારોની યાદ અપાવે છે.
અંતે જ્યારે ડેવન હાઉસ પહોંચ્યાં ત્યારે જરા વાત અનોખી બની, કારણ કે આ પહેલાં બ્લેક મિલિયોનેરે બનાવેલું પ્લાન્ટેશન હાઉસ છે. આ બ્લેક મિલિયોનેર જ્યોર્જ સ્ટીબલે લેટિન અમેરિકાની સોનાની ખાણોમાં પોતાની મૂડી ભેગી કરી હતી. જમૈકાના લોકોને આ ઘર પર ઘણું ગૌરવ છે. જમૈકન સરકારે આ ઘરને આજે નેશનલ હેરિટેજનો ભાગ બનાવી દીધું છે.
આ સાઇઝનાં પ્લાન્ટેશન હાઉસ આમ તો બ્રિટિશ આર્કિટેક્ચર શૈલી સાથે જોડાયેલાં હોય છે, પણ અહીં જ્યોર્જિયન અન્ો જમૈકન આર્કિટેક્ચરનો અનોખો સંગમ છે. હજી બે દિવસ પહેલાં જ અમે એક ભૂતિયા પ્લાન્ટેશન હાઉસ જોયેલું. તેના પ્રમાણમાં ડેવન હાઉસ પોઝિટિવ વાઇબ્સથી ભરેલું હતું. હાઉસ ટૂર લેવામાં તો ૧૮૮૧માં અહીંનું રોજિંતું જીવન તે સમયે કેવું હતું તે પણ અનુભવવા મળ્યું.
મજાની વાત એ છે કે અહીંનું પ્લાન્ટેશન આજે એક મોલમાં ફેરવી દેવામાં આવ્યું છે. અહીં પાર્ટી કરવાનું, રેસ્ટોરાંમાં જવાનું અન્ો શોપિંગ કરવાનું પણ શક્ય છે. જોકે તે સમયે
અમારા માટે માત્ર હાઉસ ટૂર જ ઓપન હતી. આ બધી ટૂરિસ્ટ પર ચાલતી સાઇટ પર કામ કરનારા લોકોનું છેલ્લાં બ્ો
વર્ષથી ઘર કઈ રીતે ચાલતું હશે તે પ્રશ્ર્ન થતો હતો. જમૈકા જે પરિસ્થિતિમાં જોવા મળ્યું હતું તેના કારણે આ ટ્રિપ વધુ મીઠી લાગી રહી હતી.