કપિલ શર્માને એક ટ્વિટ 9 લાખ રૂપિયામાં પડી...

કપિલ શર્મા સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે સારુ સ્થાન જમાવી ચૂક્યો છે. પોતાના 'ધ કુપિલ શર્મા શો' સાથે તે ટેલિવિઝન જગત પર રાજ કરતો હતો. હાસ્ય કલાકાર-અભિનેતા કપિલ શર્મા તેના પ્રથમ સ્ટેન્ડ-અપ સ્પેશિયલ 'આઈ એમ નોટ ડન યેટ' માટે તૈયારી કરી રહ્યા છે, જે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. “હું ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 25 વર્ષથી કામ કરી રહ્યો છું, અને હવે હું ટીવી પર 15 વર્ષથી કામ કરી રહ્યો છું. વાસ્તવમાં, મેં ક્યારેય કોમેડીને ગંભીરતાથી લીધી નથી, કારણ કે પંજાબીઓ હંમેશા મજાકિયા હોય છે. પંજાબીઓને તેની કુદરતી દેણ છે, પણ મને ક્યારેય નહોતું લાગ્યું કે મજાકથી પણ પૈસા કમાઇ શકાય છે, એમ કપિલ શર્મા જણાવે છે
'મારે હજું પણ કંઇક કરવું હતું, પણ ક્યાં? અને મને નેટફ્લિક્સનો વિચાર આવ્યો. તેથી હવે મારો આઈ એમ નોટ ડન યેટ' શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે,' એમ જણાવતા કપિલ શર્માએ તેના સ્ટેન્ડ-અપની એક ઝલક શેર કરી જેમાં તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરેલી તેની કુખ્યાત ટ્વીટનો ઉલ્લેખ કર્યો, જેને તેણે નશામાં કરેલી ટ્વિટ હોવાનું સ્વીકાર્યું. 'ટ્વિટ કર્યા બાદ હું તરત જ માલદીવ જવા નીકળી ગયો, હું ત્યાં 8-9 દિવસ રહ્યો. જે ક્ષણે હું માલદીવ પહોંચ્યો, મેં તેમને ઇન્ટરનેટ વગરનો રૂમ માંગ્યો. તેઓએ પૂછ્યું, 'તમે લગ્ન કર્યા છે?' મેં જવાબ આપ્યો, 'ના, મેં હમણાં જ ટ્વિટ કર્યું છે.' મારા રોકાવા માટે 9 લાખ રૂપિયાનો ખર્ચ થયો. મારા ભણતર પર પણ આટલો ખર્ચ નહોતો કર્યો.
પીએમને 2016માં કરવામાં આવેલા ટ્વિટમાં કપિલે બીએમસી વિશે ફરિયાદ કરી હતી. તેમના ટ્વીટમાં લખ્યું હતું કે, "હું છેલ્લા 5 વર્ષથી 15 કરોડ રૂપિયાનો ઇન્કમ ટેક્સ ચૂકવી રહ્યો છું અને હજુ પણ મારે મારી ઓફિસ બનાવવા માટે બીએમસીને 5 લાખ રૂપિયા લાંચ આપવી પડશે."