IPL 2022 Mega Auction: IPLની હરાજીમાં શામેલ થશે 1214 ખેલાડી, 2 કરોડ પ્રાઈઝવાળા 49 ખેલાડીઓ છે લાઈનમાં

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ઈંડિયન પ્રીમિયર લીગ 2022ના મેગા ઓક્શન માટે રેડી છે. IPL 2022ના મેગા ઓક્શનમાં 1,214 ખેલાડીની બોલી લગાવવામાં આવશે. આ ખેલાડીઓમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડી હશે.
IPL 2022 માટે BCCIએ બે નવી ટીમ એટલે કે અમદાવાદ અને લખનઉને માન્યતા આપી દીધી છે. આ બે દિવસીય મેગા ઓક્શનમાં 10 ટીમ ભાગ લેશે, જેમાં 270 કેપ્ડ પ્લેયર્સ, 903 અનકેપ્ડ પ્લેયર્સ અને 41 એસોસિએટ ટીમના 41 પ્લેયર્સ પણ ભાગ લેશે. મેગા ઓક્શન માટે જાહેર કરાયેલી 2 કરોડ બેઝ પ્રાઈઝની યાદીમાં 49 ખેલાડીનાં નામ છે, જેમાંથી 17 ઈન્ડિયન અને 32 વિદેશી ખેલાડી છે. આ યાદીમાં ભારતના રવિચંદ્રન અશ્વિન સિવાય શ્રેયસ અય્યર, શિખર ધવન, ઈશાન કિશન અને સુરેશ રૈનાનાં નામ સામેલ છે. વિદેશી ખેલાડીઓમાં વોર્નર, રબાડા, બ્રાવો, પેટ કમિન્સ, એડમ ઝેમ્પા, સ્ટીવ સ્મિથ, શાકિબ અલ હસન, માર્ક વુડ, ટ્રેંટ બોલ્ટ, ફેફ ડુપ્લેસિસનાં નામ સામેલ છે. BCCI 12મી અને 13મી ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં હરાજી કરવાની યોજના બનાવી રહ્યું છે.