ભ્રષ્ટાચારમાં ભારત ૧૮૦ દેશમાં ૮૫મા સ્થાને
ઇસ્લામાબાદ: બર્લિનના ભ્રષ્ટાચાર સામે લડત ચલાવતા નૉન-પ્રૉફિટ ઑર્ગેનાઇઝેશન (નફા વિના કામ કરતા સંગઠન) ‘ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ’એ ૨૦૨૧ના ‘ગ્લૉબલ કરપ્શન પર્સેપ્શન્સ ઇન્ડેક્સ’માં ભારતને ૧૮૦ દેશમાં ૮૫મું, પાકિસ્તાનને ૧૪૦મું અને બંગલાદેશને ૧૪૭મું સ્થાન આપ્યું હતું. ભારતનો ૨૦૨૧માં ‘કરપ્શન પર્સેપ્શન્સ ઇન્ડેક્સ’ ૪૦, પાકિસ્તાનનો ૨૮ અને બંગલાદેશનો ૨૬ હતો. પાકિસ્તાનમાં વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર સત્તા પર આવી તે પછી ભ્રષ્ટાચારમાં સતત વધારો થઇ રહ્યો છે.
અગાઉ, પાકિસ્તાનમાં ૨૦૧૮માં પાકિસ્તાન મુસ્લિમ લીગ - નવાઝની સરકાર હતી ત્યારે પાકિસ્તાનનો ક્રમ ૧૧૭મો હતો. તે પછી ૨૦૨૦માં તેનો ક્રમ ૧૨૪મો હતો અને ૨૦૨૧માં ભ્રષ્ટાચાર વધતા તેનો ક્રમ ૧૪ સ્થાન પાછળ ૧૪૦મો રહ્યો હતો. (એજન્સી)
---------
અમારું જોડાણ પંજાબની ચૂંટણીમાં બહુમતી અપાવશે: સુખબીર બાદલ
ચંડીગઢ: પોતાના પક્ષનું બહુજન સમાજ પક્ષ
(બસપ) સાથેનું જોડાણ આવતા મહિને પંજાબમાં યોજાનાર ચૂંટણીમાં સત્તાધારી કૉંગ્રેસને સત્તા
પરથી હટાવશે, બહુમતી અપાવશે અને ૮૦થી
વધુ બેઠક જીતશે, એવોે દાવો શિરોમણિ અકાલી
દળ (સાદ)ના પ્રમુખ સુખબીર બાદલે મંગળવારે
કર્યો હતો.
પંજાબની વિધાનસભાની ચૂંટણી માટે શિરોમણિ અકાલી દળે બહુજન સમાજ પક્ષ સાથે જોડાણ
કર્યું છે. (પીટીઆઇ)ઉ