ગુજરાતમાં આકાશમાંથી રહસ્યમયી વસ્તુ પડવાનો સિલસિલો યથાવત્: વધુ એક ગોળો પડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં સતત બે દિવસથી આકાશમાંથી રહસ્યમયી ગોળા પડવાની ઘટના બની રહી છે. આણંદના ઉમરેઠ, દાગજીપુરા બાદ ચકલાસી નજીક ખેડાના ભૂમેલ ગામના એક પોલ્ટ્રી ફાર્મમા અવકાશમાંથી વધુ એક ગોળો પડતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આકાશમાંથી સતત એક જ પ્રકારના ગોળા માત્ર ખેડા વિસ્તારમાં જ કેમ પડી રહ્યાં છે, તેવો સવાલ લોકોને સતાવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડાના ભૂમેલ ગામના એક પોલટ્રી ફાર્મમાં શુક્રવારે રાત્રે વધુ એક અવકાશી ગોળો આવીને પડ્યો હતો. ભારે અવાજ સાથે ગોળો પડતા પોલ્ટ્રી ફાર્મના માલિક ગભરાઈ ગયા હતા, જેથી તેમણે ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચે આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ભૂસેલ ગામમાં પડેલો અવકાશી ગોળો એવો જ ગોળો છે જે ખેડાના અન્ય ત્રણ સ્થળોએ ખેતરમાં પડ્યા હતા. પોલીસે અવકાશી પદાર્થનો કબજો મેળવી ગોળાને ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી એફએસએલને જાણ કરવામાં આવી હતી. ઉ